Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં આત્મા અને ચેતનાની જૈન અવધારણા : ૧૯ થી ૧૨ વર્ચ્યુઅલ સંમેલન

એફઆઇયુ એન જેઇઆરએફ દ્વારા આયોજન : દાર્શનિકો, ધાર્મિક અધ્યયનના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોને મંચ મળશે

જયપુર : ફલોરીકા ઇન્ટરનેશન। યુનિર્વસિટીના સ્ટીવન જે. ગ્રીન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લીક અફેયર્સ અને જૈન એઝયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આગામી ૧૯ થી ૨૨ માર્ચ દરમિયાન વિજ્ઞાન અને જૈન દર્શન ઉપર બીજુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે.

સંમેલન આધુનીક વિજ્ઞાનના સંદર્ભમાં આત્મા અને ચેતનાની જૈન અવધારણાને પ્રસ્તુત કરવા માટે એક મંચ પ્રદાન કરશે. આ સંમેલન દાર્શનિકો ધાર્મીક, અધ્યયન માટે વિદ્વાનો અને વૈજ્ઞાનિકોને જૈન દર્શન અને ચેતનાના વૈજ્ઞાનિક અધ્યયનનો મંચ પુરો પાડશે.

સંમેલનના મહાનિર્દેશક પ્રો. સમાની ચૈતન્ય પ્રજનાએ જણાવેલ કે અમને આશા છે કે આ આંતરરાષ્ટ્રીય સહયોગથી અમે માનવ મન વધુ સારી રીતે સમજવા અને વધુ શાંતિપૂર્ણ, ન્યાયપૂર્ણ અને ક્રિયાત્મક દુનિયા તરફના રસ્તા શોધવામાં મદદ મળશે.

કાર્યક્રમનું ઉદ્દઘાટન અમેરિકામાં ભારતીય રાજદુત તરનજીત સિંહ સંધુ કરશે. આચાર્ય શ્રી મહાશ્રમણજી પણ આર્શીવાદ આપશે. પૂ. એફએલયુના અધ્યક્ષ રોસેનબર્ગ જેઇઆરએફના ચેરમેન ડો. દીપક જૈન પણ સંબોધન કરશે. ન્યુરોલોજીસ્ટ અને એકેડમી સમિતિના અધ્યક્ષ ડો. સંચેતીએ જણાવેલ સંમેલનમાં ૧૫૦૦ લોકોની સંભાવના છે. પાંચ પૂર્ણ સત્ર, ૬ આમંત્રીત સત્ર, ૫ ટેકનીકલ સત્ર અને એક પેનલ ચર્ચા થશે.

કોરોનાના કારણે સંમેલન વચ્યુઅલી યોજાશે. જૈન અધ્યયન કેલીફોર્નીયા યુનિ., ડેવવીસમાં મોહીની જૈન અધ્યક્ષ, જૈન વિશ્વ ભારતી (હ્યુસ્ટન-લંડન) અને વર્ધમાન ચેરી. ફાઉન્ડેશન સહ આયોજક હશે. જ્યારે આધ્યાત્મિક પ્રોદ્યોગિક અનુસંધાન ફાઉન્ડેશન- મુંબઇ અને જૈન એકેડમી ઓફ સ્કોલર્સ-અમદાવાદ નોલેજ પાર્ટનર છે.

(4:56 pm IST)
  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST

  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST

  • યોગી આદિત્યનાથ સરકાર દુનિયાભરના રામ ભક્તોને એક અનોખી ભેટ આપવા જઈ રહી છે. રામાયણ ના વૈશ્વિક એનસાયકલોપેડિયાની પ્રથમ આવૃત્તિ પ્રકાશન માટે તૈયાર થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ, જાનકી નવમીના અવસરે આ ઐતિહાસિક આવૃત્તિનું વિમોચન કરશે. access_time 11:11 pm IST