Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ચૂંટણી પહેલા કેરળની રાજનીતિમાં ભૂકંપ : સોનાની દાણચોરીના આરોપીએ મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યુ

મુખ્યમંત્રી ઉપરાંત ૩ પ્રધાનો પણ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ

કોચી, તા. પ :  કેરળના રાજકારણમાં ચૂંટણી પહેલા ખળભળાટ મચી ગયો છે. ગયા વર્ષે સામે આવેલા બહુચર્ચિત સોનાની દાણચોરીના કેસના મુખ્ય આરોપી સ્વીના સુરેશે મોટો ખુલાસો કર્યો છે. કસ્ટમ વિભાગની પુછપરછમાં તેણીએ મુખ્યમંત્રી વિજયન અને કેબિનેટના ૩ પ્રધાનોના નામ લીધા છે. સપનાએ આવા બધા સોનાની દાણચોરીમાં સામેલ હોવાનું કહ્યું છે. સપનાએ કસ્ટમને આપેલા નિવેદનની પુષ્ટી કરી છે. કેરળ હાઇકોર્ટમાં કસ્ટમ વિભાગે કહ્યું હતું કે સી.એમ.ને અરબી ભાષા નથી આવડતી તેથી સપના સુરેશ અને કોન્સ્યુલેટ જનરલ વચ્ચે વાતચીતની મધ્યસ્થતા કરતી હતી. સપનાએ કહ્યું હતું કે ગોલ્ડ સ્મગલીંગની ડીલમાં સીમોમ અને પ્રધાનોને કરોડોનું કમીશનર મળતુ હતું.

ગયા વર્ષે ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર એક રાજકીય લગેજથી ૩૦ કિલો સોનું જપ્ત થયું હતું. તે પછી સપનાની ધરપકડ કરી હતી. (

(4:36 pm IST)