Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પાકિસ્તાનની જેલમાં બંધ પુત્રને છોડાવવા માતા મેદાનેઃ સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા સરકારને નોટીસ

ર૭ એપ્રિલ ૧૯૯૭ના રોજ કચ્છના રણમાંથી લાપતા થયા'તા. સંજીત ભટ્ટાચાર્ય : પુત્ર જેલમાં બંધ છે કે પછી મરી ગયો છે તે બાબતે સરકાર સ્પષ્ટતા કરતી નથી

નવી દિલ્હી, તા. પઃ સુપ્રિમકોર્ટ પાકિસ્તાનની જેલમાં બંધ કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યના કેસમાં કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે કેપ્ટનની માતાએ તેમને છોડાવવા માટે તાત્કાલીક ધોરણે પગલા ભરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવાનું કહ્યું છે અરજીના જણાવ્યા મુજબ ભટ્ટાચાર્ય છેલ્લા ર૩ થી વધુ વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. તે ભારતીય સેનાની ૭/૮ ગોરખા રેજીમેન્ટમાં તૈનાત હતા.

અરજીકર્તાએ કોર્ટમાં કહ્યું કે તેના પુત્ર  ભારતીય સેનાના એક અધિકારી છે જે છેલ્લા ર૩ વર્ષ અને ૯ મહિનાથી પાકિસ્તાનની કોઇ અજ્ઞાત જેલમાં બંધ છે.  પરંતુ સરકાર તરફથી તેની છોડાવવા માટે અત્યાર સુધી કોઇ યોગ્ય પગલા ભર્યા નથી. અરજીકર્તાએ કોર્ટને વિદેશ મંત્રાલયના રાજનાયક ચેનલ અને સરકારના પ્રતિનિધિત્વ દ્વારા સરકારને હસ્તક્ષેપની માંગ કરી છે.  કેપ્ટન સંજીત ભટ્ટાચાર્ય ર૭ એપ્રિલ ૧૯૮૭ના રોજ કચ્છના રણમાંથી લાપતા થયા હતા. તેમની ૮૧ વર્ષની માતાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે સરકાર આ વાત અંગે સ્પષ્ટતા નથી આપી રહી છે. ભટ્ટાચાર્યનું મોત થયું છે કે  પાકિસ્તાનની જેલમાં બંધ છે જો પાકિસ્તાનની જેલમાં બંધ હોય તો સરકારે પાછા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. તેનીસાથે જ અરજીકર્તાએ કોર્ટને જણાવ્યું કે કેપ્ટન સંજીતની સાથે લાંસ નાયક રામ ભડ્ડાના થાય પણ ગાયબ થઇ ગયા હતા અને તે અંગે હજુ માલુમ થયું નથી તેના પર સુપ્રીમ કોર્ટે અરજી કર્તાના વકિલને આવા લાપતા  સૈનિકોની લિસ્ટ સોંપવા કહ્યું છે.

(3:49 pm IST)