Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

યાત્રીઓ કૃપયા ધ્યાન દે

પ્લેટફોર્મ ટિકિટ ત્રણ ગણી મોંઘીઃ રૂ.૧૦ને બદલે હવે ૩૦ રૂપિયા ચૂકવવા પડશે

પ્રવેશ ફકત ત્રણ ગણા મોંઘા પ્લેટફોર્મ ટિકિટોથી થઈ શકે

 નવી દિલ્હી : કોરોના યુગમાં બંધ પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ રેલ્વે સ્ટેશનો પર ફરી શરૂ થયું છે. પરંતુ હવે ભાવ અગાઉના કરતા ત્રણ ગણા વધારે ચૂકવવા પડશે. પ્લેટફોર્મ ટિકિટની કિંમત હવે ૩૦ રૂપિયા હશે, જે પહેલા ૧૦ રૂપિયા હતી. હકીકતમાં, જ્યારે કોરોના સામે લડવા માટે લોકડાઉન દરમિયાન પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, ત્યારે પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ પણ બંધ થઈ ગયું હતું. આ પછી, વિશેષ ટ્રેનો દોડવા લાગી, પરંતુ મુસાફરો સિવાય બીજા કોઈને સ્ટેશન પરિસરમાં જવાની મંજૂરી નહોતી. હવે આ પરવાનગી આપવામાં આવી છે, પરંતુ પ્રવેશ ફકત ત્રણ ગણા મોંઘા પ્લેટફોર્મ ટિકિટોથી થઈ શકે છે.

(3:47 pm IST)