Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

શબનમે પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના સાત લોકોની ઘાતકી હત્યા કરી હતી

શબનમનાં આશિક સલીમને હત્યાનો કોઈ જ પસ્તાવો નહિ

નવી દિલ્હીઃ શબનમે ૧૫ એપ્રિલ ૨૦૦૮ના રોજ પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના પિતા શૌકત અલી, માતા હાશમી, ભાઈ અનીસ અહેમદ, તેની પત્ની અંજુમ, ભત્રીજી રાબિયા અને ભાઈ રાશિદની સાથે અનીશના ૧૦ વર્ષની પુત્ર અર્શની હત્યા કરી હતી. તમામ લોકોને પહેલા દવા આપીને બેભાન કરી દેવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ અર્શને છોડીને બાકીના તમામ લોકોની કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી. બાદમાં શબનમે જ અર્શનું ગળું દબાવીને હત્યા કરી હતી.

 તપાસમાં જાણવા મળ્યું હતું કે શબનમ પ્રેગ્નેન્ટ હતી, પરંતુ પરિવારના લોકો સલીમ સાથે તેના લગ્ન કરાવવા માટે સંમત ન હતા. આ કારણે જ શબનમે પ્રેમી સલીમ સાથે મળીને સમગ્ર પરિવારની ઘાતકી હત્યા કરી હતી.

જેલમાં શબનમે ૧૪ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ દિકરાને જન્મ આપ્યો હતો. તેનો દિકરો પણ જેલમાં તેની સાથે રહેતો હતો. ૧૫ જુલાઈ ૨૦૧૫ના રોજ તેનો દિકરો જેલમાંથી બહાર આવ્યો, ત્યારબાદ શબનમે દિકરાને ઉસ્માન સૈફી અને તેની પત્નીને સોંપી દીધો હતો. ઉસ્માન શબનમનો કોલજ ફ્રેંડ છે, જે બુલંદશહેરમાં પત્રકાર છે.

સલીમ જેલમાં બેઠા શાયરીઓ  લખે છે

 જોકે, મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ્યારે શબનમની દયા અરજીને નકારી ત્યારે સલીમને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ ફાંસીની તારીખ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ, સલીમની બેચેની પણ વધવા લાગી છે. તે જેલમાં બેઠો અને શાયરી લખવા લાગ્યો.

 મીડિયા રિપોર્ટ અનુસાર સિનિયર જેલ અધિક્ષક પી.એન. પાંડેએ માહિતી આપી હતી કે ૭ લોકોની હત્યા કરતા પહેલા સલીમ ન તો કોઈ પસ્તાવો છે અને ન તો તેને શરમ આવે છે. પરંતુ, આટલા વર્ષોમાં, તેણે આવી કોઈ હરકત કરી નહીં કે જેનાથી કોઈને પણ તકલીફ થાય. તે અન્ય લોકો સાથે સારી રીતે વર્તે છે, સાથીદારોને મદદ કરે છે અને પાંચ વખત નમાઝ વાંચે છે. પરંતુ, તે હજુ પણ  શબનમને ખૂબ જ યાદ કરે  છે.

(2:38 pm IST)