Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કોરોના વાયરસ પહેલા કરતા ઝડપથી સ્‍વરૂપ બદલી રહ્યો છે

બેંગ્‍લોરના ૩ સેમ્‍પલમાં મળી આવ્‍યા ૨૭ અલગ મ્‍યુટેશનઃ ૧ સેમ્‍પલમાં ૧૧ મ્‍યુટેશન મળ્‍યા જે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સૌથી વધુ છે : વાયરસ ‘કાંચિડા'ની જેમ રંગ બદલી રહયો છે જેના કારણે ડોકટરો અને વૈજ્ઞાનિકોમાં ચિંતાનું મોજ

નવી દિલ્‍હી, તા.૫: અત્‍યાર સુધી વિજ્ઞાનને ચકમો આપતા કોરોનાને વૈજ્ઞાનિકે ઓળખવામાં મહદ અંગે સફળ થયા છે. પરંતુ છેલ્લા કેટલાક મહીનાથી આવેલા બદલાવે એક વાર ફરી વિજ્ઞાનને આર્યમાં મૂકી દીધા છે. વાયરસે પહેલાથી વધુ તેજીની સાથે તેમનું સ્‍વરૂપ બદલ્‍યું છે.

બેગલુરૂમાં આવેલ ભારતીય વિજ્ઞાન સંસ્‍થાને વૈજ્ઞાનિકોએ વાયરસની સ્‍થિતિ પર અધ્‍યયન બાદ તેની પુષ્‍ટિ કરી છે તે મુજબ બેંગલુરૂમાં ૩ સેમ્‍પલમાં ૨૭ મ્‍યુટેશન જોવા મળ્‍યા છે દરેક સેમ્‍પલમાં ૧૧ વાર વાયરસે તેમનું સ્‍વરૂપ બદલ્‍યું છે જયારે વાયરસનું સ્‍વરૂપ બદલવાનું રાષ્‍ટ્રીય સરેરાશ અત્‍યાર સુધી ૮.૪ અને વિશ્‍વ સ્‍તર પર ૭.૩ વાર નોંધવામાં આવ્‍યું છે.

રિસર્ચ ઓફ પ્રોટેન રિસર્ચ જર્નલમાં પ્રકાશિત આ અધ્‍યયનમાં જણાવામાં આવ્‍યું કે વાયરસે તેમની સંરચનામાં અનેક પ્રોટીનનું ઉત્‍પાદન કરે છે. વાયરસ કઇ રીતે ઉત્‍પરિવર્તિત થાય છે અને તેનું પ્રોટીન કયુ છે? તે જાણવા માટે બાયોકેમિસ્‍ટ્રી વિભાગના પ્રોફેસર ઉત્‍પલ અને તેની ટીમે અધ્‍યયન કર્યુ.

વિદેશોમાં કોરોનાના વિવિધ સ્‍વરૂપ સામે આવ્‍યા બાદ ભારતના દર્દીઓમાં પણ જોવા મળ્‍યો છે. અત્‍યાર સુધી દેશમાં ૨૪૨ સંક્રમિત મળ્‍યા છે. જેમાં વાયરસનું નવું સ્‍વરૂપ જોવા મળ્‍યું છે. જો કે આ સ્‍વરૂપ કેટલુ જીવલેણ છે તેના વિશે હજુ સુધી કંઇ પણ માલુમ પડી શકયું નથી.

જાણકારી મુજબ જીનોમ સીકેસિંગ દ્વારા વૈજ્ઞાનિકોને કોરોનાના નવા સ્‍વરૂપ વિશે જાણ થઇ છે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં વાયરસના જે સ્‍વરૂપોએ સૌથી વધુ અસર જોવા મળી છે, બીજી બાજુ ભારતના દર્દીઓમાં પણ મળી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે નવા સ્‍વરૂપ અંગે અત્‍યાર સુધીમાં સામુહિક ફેલાવાના પુરાવા પણ મળી રહયા નથી.

એક બાજુ જયાં દેશભરમાં રસીકરણની પ્રક્રિયાએ રફતાર પકડી છે. તો બીજી બાજુ કોરોનાના વધતા કેસ હજુ પણ સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયા છે. નવો સ્‍ટ્રેન અધિકારીઓની ચિંતા વધારી રહ્યો છે બીજી બાજુ જાણવા મળી રહયુ છે કે કોરોના પહેલાની સરખામણીએ સૌથી વધુ તેજીથી સ્‍વરૂપ બદલી રહયુ છે જો કે બેંગલુરૂમાં ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ સાઇન્‍સના વૈજ્ઞાનિકોએ કેટલાક સેમ્‍પલની સ્‍ટડીમાં જાણવા મળ્‍યું છે કે કોરોના પહેલાથી વધુ રૂપ બદલી રહયુ છે.

આ સ્‍ટડી દરમ્‍યાન ૩ સેમ્‍પલના ૨૭ અલગ મ્‍યુટેશન જોવા મળ્‍યા છે એક સેમ્‍પલમાં અંદાજે ૧૧ મ્‍યુટેશન જોવા મળ્‍યા જે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સૌથી વધુ છે IISC ના એક ટીમના પ્રોફેસર ઉત્‍પલ તાતુના નેતૃત્‍વમાં આ સેમ્‍પલની સ્‍ટડી કરી ત્‍યારબાદ પ્રોફેસર ઉત્‍પલે જણાવ્‍યું કે ત્રણ સેમ્‍પલમાં કુલ મળીને ૨૭ મ્‍યુટેશન જોવા મળ્‍યા છે.

(11:20 am IST)