Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સોનાના 400 અને ચાંદીમાં 1200 તૂટ્યા : વૈશ્વિક સોનાનો ભાવ 9 મહિનાના તળિયે

લગ્નસરાની સિઝનમાં લોકોને સોના-ચાંદીની ખરીદી કરવા સમય

અમદાવાદ : લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા જ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લગ્નસરાની સિઝનમાં લોકોને સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો અત્યારે ઉત્તર સમય છે. વૈશ્વિક સોનાના ભાવ આજે ઘટીને છેલ્લા નવ મહિનાના તળિયે ઉતર્યા છે.

  અમદાવાદમાં સોનાના દસ ગ્રામના ભાવ વધુ 400 તૂટી 99.50ના 46,300 જ્યારે 99.90ના ભાવ 46,500 પર પહોંચ્યુ છે. જ્યારે ચાંદીના એક કિલોના ભાવમાં પણ 1200 રૂપિયા ઘટીને 68,500 પર પહોંચ્યા છે.
છેલ્લા કેટલાક સમયમાં સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, આવી સ્થિતીમાં સોનામાં રોકાણ કરવાની આ શ્રેષ્ઠ તક છે, ભુતકાળમાં પણ સોનાએ આકર્ષક રિટર્ન આપ્યું છે. પરંતું હવે શર બજાર, બોન્ડ માર્કેટ જેવા વધુ સારૂ રિટર્ન આપતા પરંતું જોખમી સ્થાનોમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. અને તેના કારણે ગોલ્ડ માર્કેટમાં સુસ્તી જોવા મળે છે.
અમેરિકાનાં ચલણ ડોલરની તુલનામાં રૂપિયો મજબુત થઇ રહ્યો છે, આવી સ્થિતીએ ભારતમાં ગોલ્ડ બિઝનેસ પર અસર કરી છે. જો કે ગયા વર્ષે રોકાણકારોએ 28 ટકા જ્યારે જ્યારે તેના આગળનાં વર્ષે સોનાએ 25 ટકા રિટર્ન આપ્યું હતું.

(10:27 am IST)