Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે ... બોલિવૂડનાં ગીત પર ૮૩ વર્ષિય ફારૂક અબ્દુલ્લાએ કર્યો અદભુત ડાન્સ : વિડિયો થયો વાયરલ

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહનાં પુત્ર રનિંદર સિંહની પુત્રી શેહરિંદર કૌરના લગ્ન ચંદીગઢમાં એક ફાર્મ હાઉસમાં થયા

ચંદીગઢ, તા. ૫: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં જોરદાર ડાન્સ કર્યો. બોલિવૂડના પ્રખ્યાત ગીત પર તેના ડાન્સનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અબ્દુલ્લા ૧૯૬૮ ની ફિલ્મ બ્રહ્મચારીના 'આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે' ગીત પર ડાન્સ કરતા જોઇ શકાય છે.

ફારૂક અબ્દુલ્લા પણ કેપ્ટન અમરિંદર સિંહને ડાન્સ કરવા માટે બોલાવે છે. અમરિંદર તાળીઓ પાડીને ફારૂક અબ્દુલ્લાને સાથ આપતા જોવા મળી રહ્યા છે. પોતાની જિંદાદીલી માટે પ્રખ્યાત, ફારૂક અબ્દુલ્લા, ૮૩ વર્ષની ઉંમરે પણ દ્યણીવાર નાચતા અને ગાતા જોવા મળે છે તેનાથી લોકો ખુબ જ પ્રભાવિત થાય છે.

કોંગ્રેસ નેતા સરલ પટેલે ટ્વિટ કરતા લખ્યું , 'કેપ્ટન અમરિંદર સિંહ અને ફારૂક અબ્દુલ્લાનાં આ વીડિયોથી સાબિત થાય છે કે વય વાસ્તવમાં માત્ર માત્ર આકડો છે.' અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે, 'ફારૂક અબ્દુલ્લા કેપ્ટન અમરિંદર સિંહ પૌત્રીના લગ્નમાં નૃત્ય કરે છે. આવી ઉર્જા ૮૩ વર્ષની વયે અને ઘણી મોટી સર્જરી પછી પણ પ્રશંસાને પાત્ર છે. 'અન્ય એક ટ્વિટર યુઝરેએ લખ્યું,' રાજકારણ તેની જગ્યાએ છે. બોલિવૂડ ગીતો પર કેપ્ટન અમરિંદર સિંહ અને ફારૂક અબ્દુલ્લાનો ડાન્સ આ ઉંમરે ખરેખર જિદગીથી ભરેલો છે.'

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહનાં પુત્ર રનિંદર સિંહની પુત્રી શેહરિંદર કૌરના લગ્ન રવિવારે ચંદીગઢમાં એક ફાર્મ હાઉસમાં દિલ્હીનાં એક બિઝનેસમેન આદિત્ય નારંગ સાથે થયા છે.

(10:22 am IST)
  • નીતિનભાઈ પટેલ અને તેમના પત્નીઍ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો : અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં રાજયના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તેમના ધર્મપત્નિઍ આજે કોરોનાની વેક્સીન મૂકાવી હતી : લોકોને પણ આ વેક્સીન મૂકાવવા અપીલ તેમણે કરી હતી access_time 11:29 am IST

  • સિડનીમાં શીખો પર હુમલો :કૃષિ કાયદાના વિવાદ કારણભૂત : ભારતના કૃષિ કાયદાને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે મતભેદો વધ્યા :સિડનીના કેટલાક લોકોએ બેસબોલ અને ધોકાથી હુમલો કર્યો : સિડનીના હેરિસ પાર્કમાં અજાણ્યા લોકોના જૂથે બેઝબોલ બેટ, લાકડીઓ અને ધણ સાથે વાહન પર હુમલો કર્યો હતો access_time 12:57 am IST

  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST