Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મુંબઇ -એરપોર્ટ સતત ચોથા વર્ષે 'શ્રેષ્ઠ એરપોર્ટ' ઘોષિત

મુંબઇ,તા. ૫: જીવીકે ગ્રુપ એરપોર્ટ્સ બિઝનેસમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે તેના દ્વારકા સંચાલિત મુંબઇનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઇ) સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષ માટે શ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું છે. ચાર કરોડથી વધુ પ્રવાસીઓની અવરજવરની કેટેગરીમાં કદની દ્રષ્ટિએ મુંબઇ એરપોર્ટ શ્રેષ્ઠ ઘોષિત કરાંયુ છે.

વૈશ્વિક એવિએશન ઉદ્યોગના ઇતિહાસમાં કોરોના વાયરસને કારણે સૌથી પડકારજનક બનેલા ૨૦૨૦ના વર્ષમાં પણ ગ્રાહકોને પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ અને સેવાઓ પુરી પાડીને એમને સર્વોતમ સેવા મળ્યાનો અનુભવ કરાવવામાં સમર્પણ અને પ્રતિબધ્ધતા દર્શાવવા બદલ શિવાજી મહારાજ એરપોર્ટની સરાહના કરવામાં આવી છે.

(10:22 am IST)
  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST

  • બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ સિંહના મોત નિપજ્યા ગાંધીનગર આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ જેટલા એશિયાટીક સિંહના મૃત્યુ થયા છે. access_time 1:00 pm IST

  • હેરંબા ઇન્ડ.નું બમ્પર લીસ્ટીંગ : ૧ લોટ પર રૂ. ૬ર૮૦નો ફાયદો :મુંબઇ : કેમીકલ કંપની હેરંબા ઇન્ડ. નું બમ્પર લીસ્ટીંગ : ઇસ્યુ પ્રાઇઝના ૪૩.પ૯ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ : શેર ૯૦૦ ના ભાવે લીસ્ટ થયો : નિવેશકોને પ્રતિ લોટ રૂ. ૬ર૭૯ નો ફાયદો : ઇસ્યુ પ્રાઇઝ ૬ર૬-૬ર૭ રૂ. હતી. access_time 12:55 pm IST