Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મહિલા કોન્સ્ટેબલે પ્રેમિ સાથે મળીને પતિની ક્રૂર હત્યા કરી

પોલીસ કર્મીઓના પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ : વસઈની ટ્રાફિક શાખામાં કામ કરતી મહિલા કર્મીને તેના પોલીસ સ્ટેશનમાં કામ કરતા કોન્સ્ટેબલ સાથે લફરૃં હતું

મુંબઇ, તા. : એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસકર્મીની લવ સ્ટોરીનો લોહિયાળ અંજામ આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલે પોતાના પ્રેમી સાથે મળીને પતિની કથિત હત્યા કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મર્ડર માટે પ્રેમી-પ્રેમિકાએ રોકેલા ત્રણ હત્યારાને પણ ઝડપી લીધા છે.

૧૭ ફેબ્રુઆરીના રોજ પોલીસને અમદાવાદ-મુંબઈ હાઈવે પર એક રિક્ષા પડી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના ચાલકનો મૃતદેહ રિક્ષામાંથી મળી આવ્યો હતો, અને માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું મોત થયું હતું. પોલીસે મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

જોકે, મૃતકના પીએમ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે તેને ધારદાર હથિયારથી માથામાં ઘા મારવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ પુંડલિક પાટીલ (ઉં. ૩૫ વર્ષ) તરીકે કરવામાં આવી હતી. મૃતક વસઈનો રહેવાસી હતો, અને તેની પત્ની સ્નેહલ (ઉં. ૨૫ વર્ષ) વસઈ પોલીસની ટ્રાફિક શાખામાં કામ કરતી હતી.

તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, પુંડલિક પાટીલને અવારનવાર તેની પત્ની સાથે ઝઘડો થતો રહેતો હતો. રિક્ષા ચલાવવાનું કામ કરતો પુંડલિક જાણતો હતો કે તેની પત્ની સ્નેહલને તેના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ વિકાસ પાશ્ટે સાથે લફરું છે. પુંડલિક અને સ્નેહલને ત્રણ વર્ષનું એક બાળક પણ છે.

નવાઈની વાત છે કે, સ્નેહલ પાટીલને જેની સાથે લફરું હતું તે કોન્સ્ટેબલ વિકાસ પણ પરણેલો છે, અને તે પણ એક બાળકનો બાપ છે. બંને ૨૦૧૪થી એકબીજાના પ્રેમમાં હતાં. બંને એકબીજાના સંબંધોને ક્યારેય છૂપાવ્યા નહોતા. પોલીસ સ્ટેશનમાં પણ બધાને ખબર હતી કે સ્નેહલ અને વિકાસ એકબીજા સાથે રિલેશનમાં છે. પુંડલિક પોતાની પત્નીને ટિફિન આપવા પોલીસ સ્ટેશન આવતો હતો, અને ત્યાંથી તેને પત્નીના લફરાંની જાણ થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સ્નેહલે પોતાના પ્રેમી વિકાસને અઢી લાખ રુપિયા આપીને પુંડલિકનો કાંટો કાઢી નાખવા માટે જણાવ્યું હતું. વિકાસે તેના માટે ત્રણ લોકોને કામ સોંપ્યું હતું. ત્રણેયને વિકાસ ઓળખતો હતો. પુંડલિકના મર્ડરનો પ્લાન બનાવી ત્રણેય હત્યારાએ તેની રિક્ષા ભાડે કરી હતી, અને તેને અમદાવાદ-મુંબઈ હાઈવે તરફ લઈ ગયા હતા. હાઈવે પર એક સૂમસામ જગ્યા જોઈને હત્યારાઓએ પુંડલિકને પેશાબ કરવા જવાનું કહી રિક્ષા રોકવા માટે કહ્યું હતું. તેણે રિક્ષા રોકી તે સાથે તેમણે તેના પર હુમલો કર્યો હતો, અને માથામાં બોથડ હથિયાર મારીને તેને ત્યાં પતાવી દીધો હતો. તેમનો પ્લાન પુંડલિકનો મૃતદેહ ઉઠાવી તેને એવી રીતે ગોઠવવાનો હતો કે જેનાથી એવું લાગે કે રિક્ષા પલ્ટી ખાવાથી પુંડલિકનું મોત થયું છે.

જોકે, મર્ડર કર્યા બાદ ત્રણેય હત્યારા પુંડલિકની બોડીને વધારે વજન હોવાના કારણે નહોતા ઉંચકી શક્યા. કામ અશક્ય જણાતા આખરે તેમણે રિક્ષાને ઉંધી વાળી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમિયાન હાઈવે પરથી પસાર થતાં એક વાહનચાલકે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હોવાની પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકની કોલ ડિટેઈલ કઢાવી તપાસ શરુ કરતાં ત્રણેય હત્યારા પકડાઈ ગયા હતા, અને પૂછપરછ દરમિયાન તેમણે વટાણા વેરતા મર્ડર માટે રુપિયા આપનારા વિકાસનું નામ આપી દીધું હતું, અને ત્યારબાદ પુંડલિકની પત્ની સ્નેહલનું પણ તેમાં નામ ખૂલ્યું હતું. પોલીસે મામલે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

(12:00 am IST)
  • હાર્દિકને ગુજરાત બહાર જવાની છુટ : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અરજી ઉપર હાઈકોર્ટે તેને ગુજરાત રાજય બહાર જવાની મંજુરી આપી છેઃ રાજકીય કામકાજ અંગે રાજયની બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી access_time 4:40 pm IST

  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST

  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST