Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

લખનૌના ૧૦૯૦ મુખ્યાલયમાં બોંબની અફવાથી અફરા-તફરી

ઉત્તર પ્રદેશમાં બોમ્બ મૂકવાની ઊડતી અફવાઓ : ૧૦૯૦ મુખ્યાલયની અંદર સ્પેશિયલ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન, ડોગ-બૉમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી

નવી દિલ્હી, તા. : ઉત્તર પ્રેદશની અંદર આજે સવારથી બોમ્બ સ્કોવડ અને પોલીસ આમથી તેમ દોડી રહી છે. તેનું કારણ છે કે પહેલા તાજમહેલમાં બોમ્બ હોવાની અફવા ઉડી. ત્યારબાદ હવે લખનૌના ૧૦૯૦ મુખ્યાલયમાં બોમ્બની સૂચનાના કારણે ફરા તફરીનો માહોલ સર્જાયો છે.

ઘટના બાદ ૧૦૯૦ મુખ્યાલયની અંદર સ્પેશિયલ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશનમાં ડોગ અને બૉમ્બ સ્ક્વાયડની મદદ લેવાઈ હતી. કલાકના ચેકીંગ બાદ સૂચના પણ ખોટી નીકળી છે. હવે સૂચના આપનારની તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ સવારે તાજમહેલમાં બોમ્બ હોવાની ખોટી માહિતિ કોઇકે પોલીસને આપી હતી.

લખનૌ પોલીસે કહ્યું કે સવારે લગભગ ૧૧ વાગ્યાને ૩૦ મિનિટ પર એક કોલ આવ્યો. જેમાં સૂચના આપવામાં આવી હતી કે ૧૦૯૦ મુખ્યાલયમાં બોમ્બ છે. ત્યારબાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ડોગ સ્ક્વૉયડની મદદથી તપાસ કરવામાં આવી પરંતુ સમગ્ર પરિસરમાં કોઈ બોમ્બ મળ્યો નથી.

પહેલા અજાણ્યા શખ્સે ફોન પોલીસને ફોન કરીને તાજમહેલમાં વિસ્ફોટકો હોવાનું જણાવ્યું હતું. બોમ્બની માહિતી મળ્યા બાદ અંદર આવેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા અને તાજમહેલના બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.જો કે સર્ચ ઓપરેશન બાદબોમ્બની માહિતિ અફવા હોવાનું સામે આવ્યું હતું. પહેલા તાજમહેલ અને હવે ૧૦૯૦ ઓફિસમાં બોમ્બની ખોટી માહિતિ આપવામાં આવી છે. બંને ફોન એક વ્યક્તે કર્યા હોવાની આશંકા છે. પોલીસ તે વ્યક્તિની શોધ કરી રહી છે.

(12:00 am IST)