Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઓટીટી પરની વસ્તુનું સ્ક્રિનિંગ થવું અત્યંત જરૂરી : સુપ્રીમ કોર્ટ

તાંડવ વેબ સિરિઝના વિવાદ પર સુપ્રીમમાં સુનાવણી : સુપ્રીમ કોર્ટે ઓટીટી પ્લેટફોર્મ પર નિયંત્રણ માટે બનાવેલા નિયમો વિશે કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રીમે માહિતિ માગી

નવી દિલ્હી, તા. : તાંડવ વેબ સારિઝને લઇને ચાલી રહેવા વિવાદની સુનવણી દરમિયાન જે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક ઓટીટી પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી દર્શાવવામાં આવે છે. અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને સાથે કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર આવતી સામગ્રીનું સ્ક્રિનિંગ થવું જરુરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને ઓટીટી પ્લેટફોર્મ પર નિયંત્રણ માટે બનાવેલા નિયમો વિશે માહિતિ માંગી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની આગલી સુનવણી કાલે એટલે કે શુક્રવારના રોજ થશે.

સુપ્રીમ કોર્ટે એમેઝોન પ્રાઇમની અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી પર સુનવણી દરમિયાન વાત કરી છે. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝ તાંડવમાં ધાર્મિક ભાવનાઓને ભડકાવવા માટે અપર્ણા પુરોહિત સહિત અનેક કલાકારો અને તેના ડાયરેક્ટર સામે કેસ નોંધવામાં આવ્યા છે.

પહેલા અલ્લાહાબાદ હાઇકોર્ટે અપર્ણા પુરોહિતની અરજી ફગાવી હતી. ત્યારબાદ અપર્ણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં કેસની માત્ર બે મિનિટ સુનવણી થઇ છે. સુનવણીની શરુઆતમાં જસ્ટિસ્ટ અશોક ભૂષણે કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ દર્શાવવામાં આવે છે તેમનું સ્ક્રિનિંગ થવું જોઇએ.

તેમનું કહેવું છે જે રીતે ફિલ્મોને સેન્સર બોર્ડ પાસ કરે છે. તે રીતે ઓટીટી પ્રોગ્રામ માટે પણ તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઇએ. કોર્ટે કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી બતાવે છે તોસરકારના સોલિસિટર જનરલે વાતને આગળ વધારતા કહ્યું કે સિવાય મોટાભાગના કાર્યક્રમોની અંદર ગાળઓ પણ આપવામાં આવે છે.

(12:00 am IST)