Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ચેક બાઉન્સિંગ કેસ માટે કામચલાઉ કાયદો બનાવી અલગ કોર્ટની રચના કરવા સુપ્રીમ કોર્ટનું સૂચન : ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે સહીત પાંચ જજની ખંડપીઠના સૂચનને કેન્દ્ર સરકારે વધાવ્યું

ન્યુદિલ્હી : ચેક બાઉન્સિંગ કેસ માટે કામચલાઉ કાયદો બનાવી અલગ કોર્ટની રચના કરવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે સહીત પાંચ જજની ખંડપીઠએ સૂચન કર્યું છે જેને કેન્દ્ર સરકારે વધાવ્યું છે.આ કોર્ટમાં નિવૃત જસ્ટિસ અથવા નિષ્ણાતોની નિમણુંક થઇ શકે છે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે ચેક બાઉન્સિંગ કેસમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાને લઇ આજે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ વધારાની અદાલતો બનાવવા માટે કામચલાઉ  કાયદો રજૂ કરવા દરખાસ્ત કરી છે.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથેની ચર્ચાના આધારે આ પગલાંને વધાવ્યું હતું.

સૂચિત કાયદા વિશે સત્તાવાર નિવેદન આપવા માટે એસ.જી. મહેતાને 10 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)