Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

છેલ્લાં ચાર વર્ષમાં વિશ્વ બેન્કમાંથી સૌથી વધુ લોન લેનાર દેશ બન્યો ભારત

છેલ્લા દાયકામાં વર્લ્ડ બેન્ક પાસેથી લોન બાબતમાં 6 વખત ટોચ પર રહ્યું

નવી દિલ્હી :તાજેતરમાં જાહેર થયેલ એક અહેવાલ મુજબ 2018 માં ભારત વિશ્વ બેન્ક પાસેથી સૌથી વધુ લોન લેનાર દેશ છે. આ યાદીમાં ભારત પ્રથમ સ્થાન પર છે અને તે પ્રથમ વખત નથી. જો આપણે છેલ્લા 10 વર્ષના આંકડા પર ધ્યાન આપીએ, તો પૂરા વિશ્વમાં ભારત વર્લ્ડ બેન્ક પાસેથી લોન લેવાની બાબતમાં 6 વખત ટોચ પર રહ્યું છે

  . બહુપક્ષીય ધિરાણ સંસ્થાઓના આંકડા દર્શાવે છે કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રમાં વૃદ્ધિ નાણાની વધતી જતી જરૂરિયાતને દર્શાવે છે.

' ધ પ્રિન્ટ' દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે 2009 અને 2018 ની વચ્ચે, વિશ્વ બેન્કે રોડ અને પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ભારતને ખૂબ મોટો ટેકો આપ્યો છે. બેન્કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક સ્તર પર આબોહવા પરિવર્તન અને સંસ્થાઓને મજબૂત બનાવવા સંબંધિત યોજનાઓને પણ ભંડોળ પૂરું પાડ્યું હતું.

  વૈશ્વિક નાણાકીય કટોકટી પછી નાણાકીય વર્ષ 2010 માં બેન્કની નાણાકીય સહાય 9.3 અરબ ડોલર થઈ ગઈ હતી, કારણ કે વિશ્વ બેન્કે અર્થતંત્રના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં લોનના પ્રવાહને સુનિશ્ચિત કરવામાં ભારતીય બેન્કોને મદદ કરી હતી. આ વર્ષે સરકારે આ પૈસા 27 પ્રોજેક્ટો પર લગાવ્યા.

  ડેટાથી જાણવા મળે છે કે વાર્ષિક ભંડોળમાં ફેરફાર થયો છે. બેંક દ્વારા ચાર વર્ષની અવધિમાં 14 અબજ ડોલરથી 15 અબજ ડોલરની સહાય કરવામાં આવે છે. દેશ સાથે સહભાગીતા કાર્યક્રમનો સમયગાળો સામાન્ય રીતે 4-5 વર્ષનો હોય છે. 2011 અને 2014 ની નાણાકીય વર્ષમાં, આ સહાય 5 અબજ ડોલરથી વધુ હતી. તો નાણાકીય વર્ષ 2013 માં બેંક પાસેથી લેવામાં આવેલી રકમ 2 અબજ ડોલરથી ઓછી હતી. જણાવી દઈએ કે વિશ્વ બેન્કનું નાણાકીય વર્ષ જુલાઈથી જૂન સુધી ચાલે છે.

(8:13 pm IST)