Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

બીજેપીની વેબસાઇટ હેક ! સર્ચ કરવા પર દેખાયા અભદ્ર શબ્દ

સાયબર સેલ દ્વારા તપાસ અંગેની કવાયત તેજ : હેકર્સ અંગેની તપાસ શરૂ

નવી દિલ્હી તા. ૫ : સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ આજે સવારે હેક થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ વાતની નોંધ પણ લેવાઈ રહી છે. ભાજપની વેબસાઈટ bjp.orgને ઓપન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ખુલી શકી નહોતી.

ટ્વિટર પર જાહેર કરવામાં આવેલા સ્ક્રિનશોટ્સ પ્રમાણે, ભાજપની વેબસાઈટને હેક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક તસવીરો મુકવામાં આવી છે. જેમાં જર્મનીના ચાંસેલર એજંલા મોર્કલ સાથે નજરે પડે છે. સાથે કેટલાક વાંધાજનક શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જોકે ભારતીય જનતા પાર્ટી તરફથી આ મામલે હજી સુધી કોઈ જ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

ભાજપની આ વેબસાઈટ દેશને સૌથી વ્યસ્ત વેબસાઈટોમાંની એક છે. ભાજપની સત્તાવાર વેબસાઈટ પર પાર્ટીનો ઈતિહાસ, પાર્ટીના નેતાઓ, રાજય સરકારો, પાર્ટીના કાર્યક્રમોની જાણકારી આપવામાં આવે છે.

કોંગ્રેસની આઈટી સેલની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ આ વિષે ટોણો મારતુ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે -'ભાઈઓ અને બહેનો, જો તમે ભાજપની વેબસાઈટ નથી જોઈ તો તમે ખરેખર કંઈક મિસ કરી રહ્યાં છો.'

(3:42 pm IST)