Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

બીબીસીએ કાશ્મીરને અલગ દેશ તરીકે વર્ણવતા વિવાદ

નવીદિલ્હી,તા.૫: એક તરફ ભારત અને પાકીસ્તાન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કાશ્મીરને લઈને વિવાદ ચાલી રહ્યો છે.આ પરિસ્થિતિમાં બીબીસીના હીંદી પોર્ટલ પર કરવામાં આવેલા એક સર્વેમાં કાશ્મીરને એક અલગ દેશ તરીકે વર્ણવવામાં આવતા મોટો વિવાદ સર્જાવા પામ્યો છે.ઉપરાંત લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર,શનિવારના રોજ બીબીસીના હીંદી પોર્ટલ ઉપર એક સર્વે દેખાડવામાં આવ્યો હતો. બીબીસી દ્વારા અલગ અલગ વિષયો ઉપર લોકોના મત લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત એમાં તમે કઈ ચીજ પાછળ કેટલી રકમનો ખર્ચ કરો છો તેમજ તમે કયા દેશના વતની છો એ બાબત પણ રજુ કરવાની હતી જેમાં મુકવામા આવેલા વિવિધ દેશોના નામોની યાદીમાં કાશ્મીરને અલગ દેશ તરીકે વર્ણવવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાવા પામ્યો હતો.આ સાથે જ રાજકીય પણ વિવાદ સર્જાવા પામ્યો હતો.

(3:29 pm IST)