Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મેઘાલયઃ ભાજપે ૩ કલાકમાં બાજી પલ્ટાવી કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી

સીલોંગ : મેઘાલયમાં રવિવારે માત્ર ૩ કલાકમાં બાજી પલ્ટાવતા ભાજપે કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી હતીઃ કોંગ્રેસ ર૧ બેઠકો જીતી સૌથી મોટો પક્ષ હોવા છતાં સત્તાથી બહાર થઇ ગઇઃ એનપીપીના અધ્યક્ષ કોનરાડ સંગમા ભાજપ અને અન્ય પક્ષોના સમર્થનથી કાલે પીએમના શપથ લેશેઃ ભાજપે ગઇકાલે બેઠકોના દોર ચલાવી ૩ કલાકમાં જ તમામ પ્રાદેશિક પક્ષોને સંગમાના નામ પર રાજી કરી દીધા હતાઃ કુલ મળીને ૩ કલાકમાં ૩૪ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરાવી બે ધારાસભ્યોવાળા ભાજપે બાજી પલ્ટાવી હતીઃ ગઇકાલે રાત્રે સંગમાએ રાજયપાલ સમક્ષ ૩૪ ધારાસભ્યોની પરેડ પણ કરાવી હતીઃ કોંગ્રેસના હાથમાંથી બાજી નીકળી જતા અહેમદ પટેલ, કમલ નાથ, મુકુલ વાસનીક વગેરે સીલોંગથી બહાર ચાલ્યા ગયા હતાઃ ભાજપ તરફથી કિરણ રિજ્જુ અને આસામના ભાજપના નેતા હિંમત બિશ્વ શર્માએ રણનીતિ ઘડી હતી.

 

(11:41 am IST)
  • અયોધ્યા મામલે ઉકેલ ન આવ્યો તો દેશ સીરિયા બની જશે : શ્રી શ્રી રવિશંકર: આર્ટ ઓફ લિવિંગના પ્રમુખ શ્રી શ્રી રવિશંકરે ફરી કહ્યું કે,અયોધ્યા વિવાદનો કોર્ટની બહાર જ ઉકેલ લાવવો જોઈએ access_time 12:59 pm IST

  • આણંદના ગામડી ગામમાં ઢોરો ચરાવવા બાબતે ભરવાડ પરિવારો વચ્ચે મારામારીઃ લાકડીઓ વડે તૂટી પડયાઃ એકનું માથું ફૂટયું : ચૂનાના પાઉચ મામલે ધીંગાણું: ઉમરેઠના જુના અરડી ગામે એકને છાતીમાં છરી ઝીકતા ગંભીર : મસાલો લીધા પછી ચૂનાનું મફત પાઉચ માગતા ૩ શખ્સો તૂટી પડ્યા access_time 4:31 pm IST

  • રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા કાર ચાલકે ફ્રુટની રેંકડીને હડફેટે લેતા ૨ વ્યકિતને ઇજા : રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા કારચાલક બેકાબુ બનીઃ મળતી વિગતો મુજબ ૧ ફ્રુટની રેકડી પાસે ૨ને હડફેટે લીધાઃ બંનેને હોસ્પિટલમાં ખસેડાયાઃ આ મહિલાની કાર ફ્રુટની રેકડી સાથે અથડાતા રેસકોર્ષ રીંગ પર ચારેય બાજુ ફ્રુટની રેલમછેલ access_time 4:40 pm IST