Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ભારત તકનો દેશ, આશાવાદ અને નૈતિકતા સાથે રહેવાની દરેક નાગરિકની ફરજ : આગાખાન

રાજકોટ તા. ૫ : નામદાર આગાખાને ભારતની મુલાકાત દરમિયાન ઇસ્માઇલી સમુદાય સાથે મુલાકાત કરી હતી. હીઝ હાઇનેસ નામદાર આગાખાને ઇસ્માઇલી સમુદાયને રાષ્ટ્રની સેવામાં નૈતિકતા ભર્યુ જીવન જીવવા માટે, જ્ઞાન થકી દેશની સેવા કરવા માટે સમગ્ર જીવન દરમિયાન શિક્ષણ લવા માટે તથા બાળપણના પ્રારંભિક તબકકા દરમિયાન થતા વિકાસની ગંભીરતા સમજવા પર ભાર મુકયો હતો.

ભારત ખાતેની ૧૦ દિવસીય મુલાકાત દરમિયાન નામદાર આગાખાને પ્રધાનમંત્રી, શ્રી રાષ્ટ્રપતિશ્રી, ઉપરાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી, ગુજરાતના  મુખ્યમંત્રીશ્રી,  રાજયપાલશ્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી,  રાજયપાલશ્રી સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. ઉપરાંત રાષ્ટ્રપતિને મળી દિલ્હી ખાતે ૯૦ એકરમાં ફેલાયેલા પ્રોજેકટનું ઉદ્દઘાટન કરેલ.

નામદાર આગાખાને ભારત સરકાર, રાજય સરકાર તથા વહીવટી તંત્રનો આ તકે આભાર માન્યો હતો. સાથો સાથ તેઓએ જણાવેલ કે ભારત તકનો દેશ છે અને આ મહાન રાષ્ટ્રમાં આશાવાદ અને નૈતિકતા સાથે રહેવાની દરેક નાગરિકની ફરજ છે. હીઝ હાઇનેસે ડાયમંડ જયુબિલી પ્રસંગે દસ દિવસીય મુલાકાત પુરી કરી વિદાય લેતી વખતે ફરી એક વખત ભારત સરકારના સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમ રહીમ લખાનણી (મો.૯૮૯૮૭ ૬૪૨૮૩) ની યાદીમાં જણાવાયુ છે.(૧૬.૨)

(11:38 am IST)