Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

જમ્મુ-કાશ્મીરમાં લશ્કરની ગાડી ઉપર હુમલાનો નિષ્ફળ પ્રયાસ : ત્રાસવાદી સાથે મોટરમાં સવાર એના ત્રણેય સાથીઓ પણ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરમાં મોડીસાંજે સોફિયા ખાતે લશ્કરની ગાડી ઉપર હુમલાની હુમલાનો નિષ્ફળ પ્રયાસ થયો  હતો. તેના ત્રણેય સાથીઓ ઠાર મરાયા હતા.  

આજે મોડીસાંજે લશ્કરની એક મોબાઇલ વેહિકલ ચેકપોસ્ટ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. એ પછી સુરક્ષા દળોએ વળતો જવાબ આપતાં આ વાનમાં બેઠેલા એક આતંકવાદી અને ત્રણ તેના સહાયકો ઠાર મરાયા નું જાણવા મળે છે.

 જ્યારે સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે માર્યા ગયેલા બધા જ આમ નાગરિક છે. સેનાના કહેવા પ્રમાણે ત્રાસવાદી અને તેના સાથીઓ હુમલો કરી ભાગી જવાની કોશિશ દરમિયાન માર્યા ગયા હતા.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સોપીયા પાસે એક મોબાઇલ વેહિકલ ચેકપોસ્ટમાં મોટરને રોકવા માટે ઈશારો કરવામાં આવેલ પરંતુ આ મોટર રોકાયેલ નહીં. 

આ અધિકારીએ જણાવેલ કે સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવવામાં આવેલ અને લશ્કરે જવાબી કાર્યવાહી કરી તેમાં એક ત્રાસવાદી ઠાર મરાયો છે. 
તેંમણે કહ્યું કે ત્રાસવાદી પાસેથી શસ્રો મળેલ છે. 

શ્રીનગરમાં રહેલા સુરક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ આલિયાએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણેય યુવકો ત્રાસવાદીઓના સાથીદારો હતા. ઠાર મરાયેલ ત્રાસવાદીનું નામ શાહિદ અહમદ ડાર હોવાનું જણાવાયું છે,  તેં  સોંપિયાનો જ રહેવાસી હતો.

(12:00 am IST)