Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થયેલ રાજ્યસભા ના સાંસદ પી.ટી. ઉષાની દિલ્હીમા રામભાઈ મોકરિયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત : ભોજન લીધું - મહેમાનગતિ માણી

રાજકોટ::રાષ્ટ્રપતિશ્રી દ્વારા નિમણુંક થયેલ રાજ્યસભા ના સાંસદ પી.ટી. ઉષા એ દિલ્હી ખાતે રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયાના  નિવાસસ્થાને  શુભેચ્છા મુલાકાત કરી હતી. રામભાઈ મોકરિયા અને શ્રીમતી શોભનાબેન રામભાઈ મોકરિયા ઉપરાંત શ્રી મારુતિ કુરિયર ના સિનિયર કોર્પોરેટ્સ ઓફિસરે પી.ટી. ઉષાને આવકાર આપી અભિનંદન આપ્યા હતા.પી.ટી.ઉષાએ રામભાઈ મોકરીયા ના નિવાસસ્થાને ભોજન પણ લીધું હતું અને મહેમાનગતિ માણી હતી.

(6:10 pm IST)