Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

દિલ્‍હી યુનિવર્સિટીના વિવિધ કેટગરીના સ્‍નાતક અને પીજી કોર્સમાં ર અનાથ બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ અપાશે

યુનિવર્સિટીની એકઝિકયુટીવ કાઉન્‍સીલની બેઠમાં ઠરાવ પસારઃ અનાથ બાળકોને હોસ્‍ટેલ ફી પરીક્ષા ફી તથા અન્‍ય ફી ભરવામાંથી મુકિત

નવી દિલ્‍હીઃ દિલ્હી યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી દરેક બેચલર અને પીજી કોર્સમાં બે અનાથ વિદ્યાર્થીઓને મફતમાં પ્રવેશ આપશે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આવા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ફી ભરવામાંથી પણ મુક્તિ આપવામાં આવશે.

શુક્રવારે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આને લગતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે, “એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આજે આગામી શૈક્ષણિક સત્રથી DUના દરેક UG અને PG પ્રોગ્રામમાં અનાથ બાળકોને પ્રવેશ આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.”

પીટીઆઈ અનુસાર, આવા વિદ્યાર્થીઓને હોસ્ટેલ ફી, પરીક્ષા ફી અથવા અન્ય ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે.

આ વિદ્યાર્થીઓનો સમગ્ર ખર્ચ યુનિવર્સિટી વેલફેર ફંડ અથવા કોલેજ સ્ટુડન્ટ્સ વેલફેર ફંડમાંથી ઉઠાવવામાં આવશે.

એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસરોને કાયમી નોકરી પર રાખવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને તેમનું વિસ્થાપન અટકાવવા પણ માંગ કરવામાં આવી હતી.

(1:27 pm IST)