Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ધાર્મિક ઉત્પીડન વિરૂધ્ધ સુપ્રીમમાં જશે કિન્નર અખાડા

પ્રયાગરાજ : કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી લક્ષ્મીનારાયણ ત્રિપાઠીમ મહારાજે કિન્નરોના ધાર્મિક ઉત્પીડન ઉપર સખત રૂખ અપનાવ્યો છે. તેમણે જણાવેલ કે કિન્નર અખાડા હવે ધાર્મિક ઉત્પીડન સહન નહી કરે. તેમણે સુપ્રિમમાં જવાનું પણ નકકી કર્યુ છે.

તેમણે દાવો કરેલ કે કિન્નર અખાડો ધર્મ પરિવર્તન રોકવામાં લાગ્યો છે. મોટી સંખ્યામાં લોકો સનાતન ધર્મમાં પરત ફરવા લાગ્યો છે પણ અખિલ ભારતીય અખાડા પરિષદ અખાડા પરિષદના ઘણા પદાધિકારીઓ કિન્નર અખાડા અને પદાધિકારીઓ વિરૂધ્ધ ધાર્મિક અને સામાજીક આક્ષેપ કરતા રહે છે.કિન્નર અખાડા સામાજીક અને આર્થિક રૂપથી સંરક્ષણ આપતો સમાજની મુખ્ય ધીરમાં પરત લાવવા ઘર વાપસી કરનારને ટેકો આપે છે કોરોના કાળમાં લોકો, કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોમાં ૧૦૦ ટન અનાજ, તેલ, ખાંડ અને અન્ય જીવન જરૂરીયાતની સામગ્રી પણ વિતરીત કરાયેલ.

(3:14 pm IST)