Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

રાષ્ટ્રપતિએ નિર્ભયા ગેંગરેપના નરાધમ અક્ષય ઠાકુરની દયાની અરજી ફગાવી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અત્યાર સુધી 4 દોષિતોમાંથી 3ની દયા અરજી ફગાવી ચૂક્યા છે

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના એક દોષિત અક્ષય ઠાકુરે દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. અક્ષય ઠાકુરે  રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલી હતી. રાષ્ટ્રપતિએ અક્ષય ઠાકુરની દયા અરજીને ફગાવી દીધી છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અત્યાર સુધી 4 દોષિતોમાંથી 3ની દયા અરજી ફગાવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિની પાસે નિર્ભયાના દોષી મુકેશ, વિનય અને અક્ષય ઠાકુરે દયા અરજી મોકલી હતી જેને તે ફગાવી ચૂક્યા છે. દોષિતોમાં માત્ર પવન ગુપ્તાએ અત્યાર સુધી પોતાની અરજી રાષ્ટ્રપતિ કોવિંદને મોકલી છે. હવે માત્ર એક દોષિત પવન ગુપ્તાએ અત્યાર સુધી પોતાની અરજી રાષ્ટ્રપતિ કોવિંદને નથી મોકલી. હવે માત્ર એક દોષિત પવનની પાસે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે.

નિર્ભયાની સાથે 16 ડિસેમ્બર 2012ની રાત્રે ચાલતી બસમાં ગેંગરેપ કર્યોહતો. ગેંગરેપના એક અઠવાડિયા બાદ સિંગાપુરની એક હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું. દક્ષિણ દિલ્હીમાં થયેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

(11:06 pm IST)