Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ગુજરાતી અમેરિકન મહિલા સુશ્રી ફાલ્ગુની શાહ " ગ્રેમી એવોર્ડ " માટે નોમિનેટ : તેમના" ફાલુ 'ઝ બાઝાર " આલ્બમને બેસ્ટ ચિલ્ડ્રન સોન્ગ કેટેગરી માં સ્થાન અપાયું : 10 ફેબ્રુઆરીએ લોસ એંજલ્સમાં રેડ કાર્પેટ સન્માન પ્રાપ્ત થશે

દાહોદ : ગુજરાતના દાહોદમાં સાસરું ધરાવતી તથા વૈષ્નવ પરિવારમાંથી આવતી મહિલા સુશ્રી ફાલ્ગુની શાહને   " ગ્રેમી એવોર્ડ " માટે નોમિનેટ કરાયા છે.તેમના" ફાલુ 'બાઝાર " આલ્બમને બેસ્ટ ચિલ્ડ્રન સોન્ગ કેટેગરી માં સ્થાન આપવામાં આવ્યું છે. ગીત તેમના ચાર વર્ષના પુત્ર નિશાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું છે. ભાષા, ખાણીપીણીથી લઈને તેના દ્વારા પુછાતા જે તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ તેમાં છે. આલ્બમમાં તેમના પતિ અને માતાએ પણ અવાજ આપ્યો છે.

 ઉલ્લેખનીય છે કે 2015 માં ‘ઇકોનોમિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ દ્વારા થયેલા સર્વે મુજબ સૌથી પ્રભાવશાળી 20 ભારતીય મહિલાઓમાં તેમને સ્થાન મળ્યું હતું. 2018 માં તેને ‘વુમેન આઇકોન્સ ઓફ ઇન્ડિયા’ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના નવા આલ્બમ ‘’ફાલુ’બાઝાર’’ માટે તેમનું નામ દક્ષિણ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે નોમિનેટ થવા પામ્યું છે. મૂળ મુંબઈના એવા શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રના 44 વર્ષીય જાણીતા ગાયિકા ફાલુ શાહને આગામી 10 ફેબ્રુઆરીએ લોસએન્જેલિસના ડાઉનટાઉન ખાતે આયોજિત ગ્રેમી એવોર્ડના કાર્યક્રમમાં રેડ કાર્પેટ સન્માન પણ પ્રાપ્ત થશે.

(12:28 pm IST)