Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

આઈફોન એપલની કિંમતમાં બજેટ બાદથી નોંધપાત્ર વધારો

આઈફોન એક્સની કિંમત વધીને ૯૫૩૯૦ રૂપિયા : મોબાઇલ ફોન ઉપર આયાત ડ્યુટી ૧૫ ટકાથી વધીને ૨૦ ટકા કરાતા આઈફોને તેના તમામ ફોન મોંઘા કર્યા

નવીદિલ્હી,તા. ૫ : આઈફોન, એપલની ઘડિયાળો બજેટ ૨૦૧૮ બાદ આયાત ડ્યુટી વધારી દેવામાં આવ્યા બાદ વધુ મોંઘા થશે. આ કંપનીઓએ ભારતમાં આઈફોનની કિંમતોમાં વધારો કરી દીધો છે. બજેટ ૨૦૧૮-૧૯માં સરકારે મોબાઇલ ફોન ઉપર આયાત ડ્યુટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી હતી. આનસાથે જ આજથી ભારતમાં એપલ આઈફોનની કિંમતો નવી અમલી બની ગઈ છે. આઈફોનએક્સની કિંમત ૯૫૩૯૦ રૂપિયા થઇ ગઇ છે. ૬૪જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે બેઝ મોડલ માટે આઈફોન એક્સની કિંમત શરૂઆતમાં ૮૯૦૦૦ રૂપિયા હતી. ત્રણ ટકાનો વધારો તેમાં કરવામાં આવ્યો હતો અને હવે તેની કિંમત ૯૫૩૯૦ રૂપિયા થઇ છે. આવી જ રતે પ્રિમિયમ વેરાઇટીવાળા અને ૨૫૬ જીબી સ્ટોરેજવાળા આ ફોનની કિંમત ૧૦૮૯૩૦ રૂપિયા થઇ ગઇ છે. તેની કિંમતમાં ૩.૨ ટકાનો વધારો કરાયો છે. આ ફોનની કિંમત પહેલા ૧૦૨૦૦૦ રૂપિયા હતી. આ ઉપરાંત એપલમાં ફ્લેગશીપ આઈફોન આઠ અને આઈફોન આઠપ્લસની કિંમતમાં પણ સુધારા થયા છે. આઇફોન સાતની કિંમતમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે.

આઈફોનની નવી કિંમત

ફોન.................................................... નવી કિંમત

આઈફોન એક્સ (૬૪જીબી)........................ ૯૫૩૯૦

આઈફોન પ્રિમિયમ (૨૫૬ જીબી)............. ૧૦૮૯૩૦

આઈફોન-૮ (૬૪ જીબી)............................ ૬૭૯૪૦

આઈફોન-૮ (૨૫૬ જીબી).......................... ૮૧૫૦૦

આઈફોન-૮ પ્લસ (૬૪જીબી)..................... ૭૭૫૬૦

આઈફોન-૮ પ્લસ (૨૫૬જીબી)................... ૯૧૧૧૦

આઈફોન-૭ (૩૨ જીબી)............................ ૫૨૩૭૦

આઈફોન-૭ (૧૨૮ જીબી).......................... ૬૧૫૬૦

આઈફોન-૭પ્લસ (૩૨ જીબી)..................... ૬૨૮૪૦

આઈફોન-૭પ્લસ (૧૨૮ જીબી)................... ૭૨૦૬૦

આઈફોન-૬ (૩૨ જીબી)............................ ૩૧૯૦૦

આઈફોન-૬એસ (૩૨ જીબી)...................... ૪૨૯૦૦

આઈફોન-૬એસ (૧૨૮ જીબી).................... ૫૨૧૦૦

આઈફોન-૬ એસપ્લસ (૩૨ જીબી).............. ૫૨૨૪૦

(7:38 pm IST)