Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

નોઇડા 'બનાવટી એન્કાઉન્ટર' મુદ્દે રાજ્યસભામાં હોબાળો

સમાજવાદી પક્ષે કર્યા દેખાવોઃ સ્થગન પ્રસ્તાવ લાવીને ચર્ચાની માંગ કરી

નવી દિલ્હી તા. ૫ : નોઇડામાં જીમ ટ્રેનર જીતેન્દ્ર યાદવના કથિત 'બનાવટી એન્કાઉન્ટર' મામલે આજે રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો. સમાજવાદી પક્ષના સાંસદોએ આ મુદ્દા પર સ્થગન પ્રસ્તાવ લાવીને તત્કાલ ચર્ચા કરવાની માંગ કરી તે અંગે રાજ્યસભાના સભાપર્તિી વેંકૈયા નાયડુએ કહ્યું કે, નોટીસ મળી ચુકી છે અને તેના પર નિયમ હેઠળ ચર્ચા કરવામાં આવશે. તેનાથી વિફરાયેલા સમાજવાદી પક્ષના સાંસદોએ સંસદમાં હોબાળો કર્યો. જેના લીધે સંસદને ૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી ભાજપના દિવંગત સાંસદ હુકુમસિંહને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ લોકસભાની કામગીરી પણ સ્થગિત કરી દેવામાં આવી.

નોઈડાના સેકટર-૧૨૨માં શનિવારની રાતે પોલીસ ઈન્સ્પેકટર વિજય દર્શને જિમ ટ્રેનર જિતેન્દ્ર યાદવને ગોળી મારી હતી. આ અંગે જિતેન્દ્ર યાદવના પરિવારજનોએ કહ્યું હતું કે પ્રમોશન મેળવવા માટે ઈન્સ્પેકટરે એન્કાઉન્ટરનો પ્રયાસ કર્યો છે. રવિવારે આખો દિવસ આ મુદ્દે ઉત્તેજન છવાયેલી હતી અને ફોર્ટિસ હોસ્પિટલમાં પણ જિતેન્દ્રના પરિવારજનો સહિત આસપાસના ગામડાનો લોકો ઙ્ગવિરોધમાં જોડાયા હતાં.

સમગ્ર ઘટનાની જાણકારી મળતા જ સમાજવાદી પક્ષના અનેક નેતા હોસ્પિટલે દોડી ગયા હતા. ડીઆઇજીએ કહ્યું કે, એન્કાઉન્ટર નહિ પરંતુ કોઇ વ્યકિતગત કારણોસર આ ઘટના બની છે.

(4:47 pm IST)