Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

NDA સાથેનું જોડાણ TDP નહીં તોડે

હૈદ્રાબાદ, તા. પ : તેલુગુ દેસમ પાર્ટી (TDP) એ ગઇકાલે જણાવ્યું હતું કે એ BJP ના આગેવાની હેઠળના NDA  સાથેનું જોડાણ નહીં તોડે. કેન્દ્રીય બજેટમાં ઓછા પ્રદેશન ભંડોળની ફાળવણી બાબતો નિરાશ થવાને લીધે BJP સાથેના જોડાણ વિશે પાર્ટી ફરી વિચાર કરશે એવી અફવાઓને પગલે આ જાહેરાત કરવામાં આવી હતી.

પક્ષના નેતા અને કેન્દ્રીય પ્રધાન વાય.એસ. ચૌધરીએ અમરાવતીમાં પક્ષના સંસદ સભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની મુલાકાત કર્યા બાદ કહ્યું હતુ કે TDP BJP ની આગેવાની હેઠળના NDA સાથેનું જોડાણ નહીં તોડે. પહેલા રાજયના પ્રશ્નો વિશે કેન્દ્ર સાથે ચર્ચા કરવામાં આવશ અને એની સમક્ષ પ્રશ્નો રજૂ કરવામાં આવશે જો કેન્દ્ર પક્ષની માંગણી પર વિચાર નહીં કરે તો અમે સંસદની અંદર અને બહાર વિરોધ દર્શાવીશું. પક્ષ સાથેનું જોડાણ તોડવાની વાત એ મીડિયા દ્વારા ફેલાવાવમાં આવેલી અફવા છે.

BJPના વડા અમિત શાહે નાયડુ સાથે વાત નથી કરી એમ તેમણે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

(4:13 pm IST)