Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

કુલ ૭૦૦૦ સુપર રિચ ભારત છોડી ચુક્યા છે

ચિંતાજનક આંકડો જારી કરાયો

        નવીદિલ્હી, તા.૪ : ભારતમાંથી ગયા વર્ષે ૭૦૦૦ જેટલા સુપર રિચ લોકો અથવા તો સૌથી અમીર લોકો બહાર જતાં રહ્યા છે. જુદા જુદા કારણોસર આ સુપર રિચ લોકો બીજા દેશમાં જતાં રહ્યા છે. ચીન બાદ ધનકુબેરોના દેશ છોડવાના મામલામાં આ બીજો સૌથી મોટો આંકડો છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૬ની સરખામણીમાં ૧૬ ટકા વધુ અમીર લોકોએ ભારતની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે. ન્યુ વર્લ્ડ વેલ્થના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૭માં ૭૦૦૦ અલ્ટ્રા રિચ ભારતીયો બીજા દેશમાં જતા રહ્યા છે. ૨૦૧૬માં આ આંકડો ૫૦૦૦નો હતો જ્યારે ૨૦૧૫માં આ આંકડો ૪૦૦૦નો હતો. અલબત્ત આ મામલામાં ચીનને સૌથી વધુ નુકસાન થયું છે. ચીનમાંથી ૨૦૧૭માં ૧૦૦૦૦ જેટલા લોકો બીજા દેશોમાં નાગરિકતા લઇ ચુક્યા છે. ચીન અને ભારત બાદ તુર્કીમાંથી ૬૦૦૦, બ્રિટનમાંથી ૪૦૦૦, ફ્રાન્સમાંથી ૪૦૦૦, રશિયામાંથી ૩૦૦૦ સુપર અમીર લોકો અન્ય દેશોમાં રહેવા માટે જતાં રહ્યા છે.

(12:37 pm IST)