Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

રાજ્યસભામાં ૩ ટર્મ રહેનારા અરૂણ જેટલીને બીજા રાજ્યમાંથી મોકલાશે!

ભાજપના રાજ્યસભાના સભ્ય શંકર વેગડનું આ છેલ્લું સત્ર

નવી દિલ્હી તા. ૫ : ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ કેન્દ્રીય પ્રધાનો- અરૂણ જેટલી, મનસુખ માંડવિયા તથા પરસોત્ત્।મ રૂપાલા સહિત વધુ એક ભાજપના સાંસદ શંકર વેગડની ટર્મ બીજી એપ્રિલે રાજયસભામાં પૂરી થઈ રહી છે અને રાજય વિધાનસભામાં પૂરી થઈ રહી છે અને રાજય વિધાનસભામાં સંખ્યાબળ જોતાં ભાજપના બે જ સભ્યો રાજયસભામાં આ વખતે જઈ શકે તેમ હોઈ જેટલીને બીજા રાજયમાંથી રાજયસભામાં મોકલી અન્ય બે કેન્દ્રીય પ્રધાનોને રાજયસભા માટે રિપીટ કરવામાં આવે તેવી ભાજપના વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

ગુજરાતની સાથે બીજા રાજયોમાં પણ રાજયસભાની ચૂંટણી આવતી હોઈ પાર્ટી હાઈકમાન્ડ જેટલીને બીજા રાજયમાંથી રાજયસભામાં મોેકલવાનું વિચારશે, આમ પણ ગુજરાતમાંથી એમને ૧૮ વર્ષ એટલે કે ૩ ટર્મ આપવામાં આવી છે, જયારે એક ટર્મ પૂરી કરનારા સાંસદ શંકર વેગડની ટિકિટ તો આ વખતે કપાવવાનું નિશ્ચિત જ છે.

વિધાનસભામાં સંખ્યાબળ પ્રમાણે કોંગ્રેસને રાજયસભામાં બે સભ્યોનો ફાયદો થશે, જયારે ભાજપને માત્ર બે સભ્યોથી જ સંતોષ માનવો પડશે. અત્યારે રાજયસભામાં ગુજરાતના ૧૧માંથી બે સાંસદો કોંગ્રેસના છે, એટલે આવતા માર્ચમાં યોજાનારી ચૂંટણી પછી ભાજપનું સંખ્યાબળ રાજયસભામાં ૯થી ઘટીને ૭ સભ્યોનું થશે. મનસુખ માંડવિયા અને પરસોત્ત્।મ રૂપાલાના નામો રાજયસભા માટે નિશ્યિત જ માનવામાં આવે છે, તેમ છતાં જો જેટલીને અન્ય રાજયમાંથી મોકલવાનો મેળ ના પડે તો અન્ય બે પ્રધાનોમાંથી કોને પડતા મૂકવા તે નક્કી કરવું પાર્ટી માટે થોડું વિકટ બનશે.(૨૧.૫)

(9:45 am IST)