Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોબાઈલ પર લૂડો રમતા રમતા રાજસ્થાની મહિલાને થયો પાકિસ્તાની યુવક સાથે પ્રેમ: મળવા માટે પહોંચી અમૃતસર

પ્રેમમાં આંધળો બન્યો :અઢી વર્ષનો બાળક પણ છોડીને ભાગી: રાજસ્થાનની એક પરણેલી મહિલા એક પાકિસ્તાની નાગરિકના ષડયંત્રમાં આવી ગઈ

નવી દિલ્હી : મોબાઈલ પર ગેમ રમવાની ઘણા લોકોને ખરાબ આદત હોય છે. લૂડો રમતા રમતા રાજસ્થાનની એક પરણેલી મહિલા એક પાકિસ્તાની નાગરિકના ષડયંત્રમાં આવી ગઈ. તે તેના પ્રેમમાં એટલી ઘેલી બની ગઈ કે, દેશ છોડવા માટે પણ તૈયાર થઈ ગઈ. મહિલા લાહોરમાં રહેતા પ્રેમી અલીને મળવા માટે રાજસ્થાનની રોડમાર્ગે દિલ્હી થઈને અમૃતસર પહોંચી ગઈ હતી

ત્યાંથી જલિયાંવાલા બાગથી અટારી માટે ઓટો રિક્ષા પકડવા માગતી હતી. લોકોને પૂછી રહી હતી કે, પાકિસ્તાન કેવી રીતે જઈ શકાય. તેની સંદિગ્ધ એક્ટિવિટી જોતા અમુક લોકોએ પોલીસને જાણ કરી. એસીપી મંજીત સિંહે મહિલા પોલીસ સાથે યુવતીની ધરપકડ કરીને તેના પરિવારને જાણ કરી.

ACPએ કહ્યું કે રાજસ્થાનના ધોલપુરનો પરિવાર અમૃતસર પહોંચતા જ મહિલાન તેમને સોંપવામાં આવશે. હજુ સુધી પોલીસે યુવતી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, 25 વર્ષીય મહિલા અવારનવાર તેના મોબાઈલ પર લુડો રમતી હતી. લાહોર (પાકિસ્તાન)માં રહેતા અલીએ ત્રણ મહિના પહેલા તેના મોબાઈલ પર ફોન કર્યો હતો. વાતચીત દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

મહિલા પ્રેમમાં એટલી આંધળી બની ગઈ કે તેણે પોતાના અઢી વર્ષના બાળક અને પરિવારનો વિચાર પણ ન કર્યો અને અલીના કહેવા પર તે પાકિસ્તાન જવા માટે રાજી થઈ ગઈ. અલીએ તેને કહ્યું હતું કે, તેને પાકિસ્તાન જવા માટે અમૃતસર આવવું પડશે. ત્યાં જલિયાવાલા બાગથી અટારી બોર્ડર સુધી ઓટો રિક્ષા ચાલે છે. મહિલાએ પણ આવું જ કર્યું અને બુધવારે બસ દ્વારા દિલ્હી થઈને અમૃતસર પહોંચી. જલિયાવાલા બાગમાં જ્યારે તેણે લોકોને પાકિસ્તાન જવાનું કહેવાનું શરૂ કર્યું. જ્યારે સ્થાનિક લોકોને તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ ત્યારે તેઓએ પોલીસને જાણ કરી. થોડી જ વારમાં એસીપી મનજીત સિંહ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે જલિયાવાલા બાગ પહોંચ્યા અને તેને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં.

(12:56 am IST)