Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ભારત બાયોટેકની નોઝલ વેક્સિનને બૂસ્ટર ડોઝના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે DCGIની મંજૂરી અપાઈ

બીજો ડોઝ લીધાના છ માસ પછી નોઝલ વેક્સિન લઈ શકાશે:એક્સપર્ટ સમિતિની મહત્વની બેઠક મળી હતી

નવી દિલ્હી : DCGI ની વિશેષજ્ઞા સમિતિ (SEC) એ ભારત બાયોટેકની ઇન્ટ્રાનેસલ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ અને બૂસ્ટર ડોઝના ત્રીજા તબક્કાના અભ્યાસ માટે મંજૂરી આપી દીધી છે. 'નોઝલ વેક્સિન'ને બૂસ્ટર ડોઝ તરીકે માન્યતા આપી છે. આ સંબંધમાં મંગળવારે એક્સપર્ટ સમિતિની મહત્વની બેઠક મળી હતી

તેણે આ નોેઝલ વેક્સિનનો બૂસ્ટર ડોઝના ત્રીજા તબક્કાના અભ્યાસ માટે તો માન્યતા આપી જ છે, પરંતુ તેના ઈમરજન્સી યૂઝ માટે પણ અનુમતિ આપી છે.

'ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા'એ આજે (બુધવારે) લીધેલા મહત્વના નિર્ણયમાં આ નોઝલ વેક્સિનના ટ્રાયલને મંજૂરી આપી છે. વાસ્તવમાં ભારત બાયોટેકે તેનાં નવાં વેક્સિન માટે મંજૂરી માગતી વખતે જ જણાવ્યું હતું કે, જેમણે નિયમ પ્રમાણે કોરોના-વેક્સિનના બે ડોઝ લઇ લીધા હોય, તેમને માટે તો આ 'નોઝલ વેક્સિન' (નાક દ્વારા ટીંપાં નાખી અપાતી વેક્સિન) સૌથી વધુ સફળ નીવડી શકે તેમ છે, અને એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે તેના ડોઝનો ઉપયોગ કારગત નીવડી શકે તેમ છે. આ રસીનું પાંચ હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવનારુ છે. પાંચ હજારમાં ૫૦ ટકા લોકો કોવિશીલ્ડ લેનારા અને ૫૦ ટકા કોવેક્સિન લેનારા હશે. બૂસ્ટર ડોઝનો ઉપયોગ તેવા લોકો પર કરવામાં આવશે જેમણે બંને ડોઝ લઈ લીધા છે.

(12:44 am IST)