Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

તમિલનાડુમાં કોરોનાનો કહેર વધતા રવિવારે નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લાગુ કરાયું

રવિવારે બધું બંધ રહેશે : નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ:9 જાન્યુઆરીથી, સવારે 7 થી 10 વાગ્યા સુધી લોકો રેસ્ટોરન્ટમાંથી ભોજન ખરીદી શકશે

નવી દિલ્હી : તામિલનાડુમાં કોવિડના વધતા કેસને પગલે 6 જાન્યુઆરીથી રવિવારે નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો  છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. , 9 જાન્યુઆરીથી, સવારે 7 થી 10 વાગ્યા સુધી, લોકો રેસ્ટોરન્ટમાંથી ભોજન ખરીદી શકશે અને લઈ જઇ શકશે.

તેમણે કહ્યું કે ધોરણ 1 થી 9 સુધી માત્ર ઓનલાઈન ક્લાસ ચાલશે. ધોરણ 10 અને 12 માટે શાળાઓ ખુલશે. સરકારે કહ્યું કે રવિવારે (9 જાન્યુઆરી) બધુ બંધ રહેશે અને બસ, લોકલ ટ્રેન અને મેટ્રોમાં માત્ર 50 ટકા ક્ષમતાની જ મંજૂરી આપવામાં આવશે

(11:30 pm IST)