Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં લાપરવાહી મંજૂર નહી: કોંગ્રેસના નેતા માફી માંગે : ગૃહમંત્રી અમિતભાઇ શાહ

ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય :જવાબદારી નક્કી કરવામાં આવશે

નવી દિલ્હી :  પંજાબમાં આજે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ મામલે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “પંજાબમાં આજે કોંગ્રેસ દ્વારા બનેલી ઘટના દર્શાવે છે કે આ પાર્ટી કેવી રીતે વિચારે છે અને કામ કરે છે. કોંગ્રેસને જનતા દ્વારા વારંવાર નકારવાને કારણે આ પક્ષ ઉન્માદના માર્ગે ગયો છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ આજે પંજાબમાં જે કર્યું તેના માટે ભારતની જનતાની માફી માંગવી જોઈએ.ગૃહ મંત્રાલયે પંજાબમાં આજના સુરક્ષા ભંગ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. અમિતભાઈ શાહે કહ્યું કે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવામાં આવશે.

વડા પ્રધાન મોદી બુધવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં વિરોધ અને રસ્તા રોકાવાને કારણે તેમનો કાર્યક્રમ રદ કરીને પરત ફરવું પડ્યું હતું.

(9:59 pm IST)