Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

યુવતી સાથે ફ્રેન્ડશિપને લઈને યુવકોના બે ગ્રુપમાં વિવાદ યુવકે ગુસ્સામાં પિસ્તોલ કાઢીને 4 5 ગોળીઓ ફાયર કરી !!

એક યુવતીની બે જુદા જુદા છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ મામલે બબાલ : હાલીના ફેસ 7 સ્થિત સ્કૂટર માર્કેટમાં મોડી રાતે બનાવ : કોઈ જાનહાની નહીં : પોલીસે અજ્ઞાત યુવકો વિરુદ્ધ આર્મ્સ એક્ટની ધારાઓ હેઠળ કેસ નોંધ્યો

મુંબઈ :  હાલીના ફેસ 7 સ્થિત સ્કૂટર માર્કેટમાં સોમવારે મોડી રાતે એક યુવતી સાથે ફ્રેન્ડશિપને લઈને યુવકોના બે ગ્રુપમાં વિવાદ એટલો વધ્યો કે એક ગ્રુપના યુવકે ગુસ્સામાં પોતાની પિસ્તોલ કાઢીને 4 5 ગોળીઓ હવામાં ફાયર કરી દીધી. જો કે, આમાં કોઈની જાનહાનિની સૂચના નથી પણ પોલીસે અજ્ઞાત યુવકો વિરુદ્ધ શહેરનો માહોલ ખરાબ કરવા અને આર્મ્સ એક્ટની ધારાઓ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપી યુવક હજી પોલીસની અટકમાંથી બહાર છે અને તેમની શોધમાં પોલીસની જુદી જુદી ટીમો છાપેમારી કરી રહી છે.

પોલીસ સૂત્રો પ્રમાણે આ મામલો એક યુવતીની બે જુદા જુદા છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ સાથે જોડાયેલો છે. સોમવારે મોડી રાતે લગભગ પોણા 11 વાગ્યે યુવતી પોતાના બૉયફ્રેન્ડ સાથે ફરવા આવી હતી પણ આની માહિતી મળતા જ યુવતીનો પહેલા બૉયફ્રેન્ડ પણ પોતાની સાથે કેટલાક યુવકોને લઈને ત્યાં આવી ધમક્યો અને યુવતી સાથે ફ્રેન્ડશિપને લઈને યુવકોના બન્ને ગ્રુપ વચ્ચે જબરજસ્ત વિવાદ થયો.

વિવાદ એટલો વધ્યો કે એક ગ્રુપના યુવકે ગુસ્સામાં પિસ્તોલ કાઢીને 4 5 ઍર ફાયર કરી દીધા. ગોળીઓનો અવાજ સાંભળતા જ આસપાસના બધા તક જોઈને ફરાર થઈ ગયા. આ મામલે સૂચના મળતા જ મટોર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અજ્ઞાત યુવકો વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી. મટોર પોલીસ સ્ટેશનના પ્રભારી એસએચઓ નવીનપાલ સિંહે જણાવ્યું કે શહેરની વચ્ચોવચ ઍર ફાઇરિંગ કરવા મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપી યુવકની ઓળખ માટે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમરા ચૅક કરવામાં આવી રહ્યા છે.

(8:55 pm IST)