Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે: કેપ્ટ્ન અમરિન્દરસિંહ મોટું નિવેદન : કહ્યું- પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરો

તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી બનાવવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે

>નવી દિલ્હી : પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ તે મામલે પંજાબમા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવે
પંજાબમાં આજે વડાપ્રધાન મોદીની રેલી યોજાવાની હતી પરંતુ તે પહેલાજ તેમની સુરક્ષામાં ભારે ચૂક થઈ જેના કારણે તેમનો કાફલો 15 થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટકી રહ્યો હતો. પરિણામે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાફલો પરત ભટિંડા એરપોર્ટ પરત ગયો. જેથી આ સમગ્ર મામલે ચન્ની સરકાર પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે.
સમગ્ર મામલે મુખ્યમંત્રી ચન્નીની સરકાર દ્વારા હજુ કોઈ તપાસ કરવામાં નથી આવી પરંતુ તેઓ તપાસ કરવા તૈયાર છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ સુરક્ષામાં થયેલી ચૂક મામલે નારાજગી વ્યક્ત કરી છે. ભટિંડા એરપોર્ટ પર પહોચ્યા પછી તેમણે અધિકારીઓને એવું કહ્યું હતું કે તમારા મુખ્યમંત્રીને કહેજો કે હુ જીવલો ભટિંડા એરપોર્ટ આવી ગયો છું. 
આ સમગ્ર મુદ્દે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માગ કરી છે. સાથેજ તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી બનાવવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે જો આપણે આપણા રાજ્યને સુરક્ષિત રાખવું હોય તેમજ અહીયા કાયદો વ્યવસ્થાની સ્થિતી રાખવી હોય તો રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ.
  અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ મામલે પંજાબ સરકારને પહેલાથી જાણ કરવામાં આવી હતી. જેથી તેમણે સુરક્ષા વ્યવસ્થા પહેલાથી કરી રાખવે પડે તેમ છતા પીએમની સુરક્ષામાં ચૂક થઈ છે. જેને લઈને હાલ રાજકારણમા બરોબરનો ગરમાવો આવ્યો છે. 
(8:36 pm IST)