Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

૫ લાખ સુધી આઈએમપીએસ ઉપર હવેથી ચાર્જ નહીં લાગે

બ્રાન્ચ પરથી ૨ લાખ રૂપિયાથી લઈને ૫ લાખ સુધીના ટ્રાન્સફર પર ૨૦ રૂપિયા ઉપરાંત જીએસટી ચાર્જ થશેઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક દ્વારા ગ્રાહકોને રાહત

નવી દિલ્હી, તા.૫: દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. હવેથી નેટ બેક્નિંગ કે મોબાઈલ બેક્નિંગ દ્વારા ૫ લાખ રૂપિયા સુધીના આઈએમપીએસ ટ્રાન્સફર પર ચાર્જ નહીં લાગે. જોકે બ્રાન્ચથી આઈએમપીએસટ્રાન્સફર ચાર્જ વગર નહીં થઈ શકે.
એસબીઆઈના નિવેદન પ્રમાણે બ્રાન્ચ પર જઈને આઈએમપીએસદ્વારા ૨ લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર પહેલેથી લાગી રહેલા ચાર્જ જળવાઈ રહેશે. બેંકે જણાવ્યું કે, બ્રાન્ચ પરથી ૨ લાખ રૂપિયાથી લઈને ૫ લાખ રૂપિયા સુધીના આઈએમપીએસટ્રાન્સફર પર ૨૦ રૂપિયા ઉપરાંત જીએસટી ચાર્જ આપવો પડશે. તે ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૨થી લાગુ થશે. મોબાઈલ બેક્નિંગ, ઈન્ટરનેટ બેક્નિંગ કે યોનો એપ દ્વારા ૫ લાખ સુધીના આઈએમપીએસટ્રાન્સફર પર બેંક કોઈ જ ચાર્જ નહીં લે.
એસબીઆઈબ્રાન્ચ પરથી ૧ હજાર રૂપિયા સુધીના આઈએમપીએસટ્રાન્સફરનો કોઈ જ ચાર્જ નથી લેતી. જ્યારે ૧ હજાર રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધીની ટ્રાન્સફર પર ૨ રૂપિયા પ્લસ જીએસટી, ૧૦ હજાર રૂપિયાથી ૧ લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર ૪ રૂપિયા પ્લસ જીએસટી અને ૧ લાખ રૂપિયાથી લઈને ૨ લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર ૧૨ રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ વસૂલવામાં આવે છે. આઈએમપીએસપૈસા ટ્રાન્સફર કરવાની સરળ પદ્ધતિઓમાંથી એક છે. તે રવિવાર ઉપરાંત અવકાશના તમામ દિવસોમાં પણ ૨૪ કલાક ઉપલબ્ધ રહે છે. રિઝર્વ બેંકે તાજેતરમાં જ આઈએમપીએસટ્રાન્સફર લિમિટ ૨ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયાની કરી હતી. આરબીઆઈએ આ ફેરફાર ઓક્ટોબર ૨૦૨૧માં કર્યો હતો. ત્યાર બાદ તમામ બેંકોને ૨ લાખ રૂપિયાથી ૫ લાખ રૂપિયાના નવા સ્લેબ માટે ચાર્જ નિર્ધારિત કરવાની જરૂર પડી હતી.
એસબીઆઈ આઈએમપીએસઉપરાંત નેટ બેક્નિંગ, મોબાઈલ બેક્નિંગ કે યોનો દ્વારા આરટીજીએસઅને એનઈએફટીટ્રાન્સફર પર પણ કોઈ ચાર્જ નથી લેતી. જોકે બ્રાન્ચ પરથી આરટીજીએસઅને એનઈએફટીટ્રાન્સફર ફ્રી નથી. આરટીજીએસટ્રાન્સફર મામલે ૨ લાખ રૂપિયાથી લઈને ૫ લાખ રૂપિયા માટે ૨૦ રૂપિયા પ્લસ જીએસટી અને ૫ લાખ રૂપિયાથી વધારેના ટ્રાન્સફર માટે ૪૦ રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લેવામાં આવે છે. એનઈએફટીટ્રાન્સફર મામલે આ ચાર્જ ૨ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયા પ્લસ જીએસટી વચ્ચેનો છે.

 

(8:18 pm IST)