Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ઈમરાનના પક્ષ દ્વારા ફંડની ચોરી, પંચને જાણ ન કરી

નવી દિલ્હી, તા.૫: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા ફંડની ચોરીનો બનાવ સામે આવ્યો છે.
પાર્ટીએ વિદેશી નાગરિકો અને ફર્મો પાસેથી કરોડો રૂપિયાનો ફાળો ઉઘરાવ્યો હતો પરંતુ ચૂંટણી પંચને તેનાથી અજાણ રાખ્યું હતું. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા સંકલિત એક રિપોર્ટના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઈમરાન ખાનની પાર્ટીએ નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦ અને નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ૪ વર્ષના સમયગાળામાં ૩૧.૨૦ કરોડ પાકિસ્તાની રૂપિયાનો ફાળો ગુપ્ત રાખ્યો.
પાકિસ્તાની સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે વર્ષ-વાર વિવરણથી જાણવા મળ્યું કે, ૧૪.૫૦ કરોડ કરતા વધારેની રાશિ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં જ ઓછી બતાવાઈ હતી.

 

(8:16 pm IST)