Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કેન્દ્ર સરકાર બહાર પાડશે કોરોનાની નવી ગાઇડલાઇન : હોમ આઇસોલેશનના નિયમમાં થયા સૌથી મોટા ફેરફાર

દર્દીઓને પોઝિટિવ આવ્યાના સાત દિવસ બાદ અને સતત ત્રણ દિવ સુધી તાવ નહીં આવે તો હોમ આઈસોલેશનમાંથી મુક્તિ

નવી દિલ્હી :કોરોનાની સંભિવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જે ગાઈડ લાઈન બહાર પાડવા જઈ રહી છે તેમાં ઘણા બદલાવો કરશે તેવુ કહેવાઈ રહ્યુ છે.

સૌથી મોટો ફેરફાર હોમઆઈસોલેશનના નિયમને લગતો છે.જેમાં કહેવાયુ છે કે, કોરોનાના સાવ હળવા લક્ષણ ધરાવતા દર્દીઓને પોઝિટિવ આવ્યાના સાત દિવસ બાદ અને સતત ત્રણ દિવ સુધી તાવ નહીં આવે તો હોમ આઈસોલેશનમાંથી મુક્તિ આપવામાં આવશે અને આઈસોલેશન ખતમ થઈ જશે.

તે ઉપરાંત સ્વાસ્થય મંત્રાલયે કહ્યું છે કે, હોમ આઈસોલેશનનો સમય સમાપ્ત થયા બાદ ફરી ટેસ્ટ કરાવવાની જરુર નથી.

બીજી તરફ દેશમાં કોરોનાના કેસમાં 9 દિવસમાં છ ગણો વધારો જોવા મળ્યો છે અને આ સંજોગોમાં હોમ આઈસોલેટ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.એટલે હોમ આઈસોલેશન માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાંઆવી છે.

હોમઆઈસોલેશનની ગાઈડલાઈનનો યોગ્ય રીતે અમલ થઈ શકે તે માટે રાજ્યોને કંટ્રોલ રુમો યોગ્ય રીતે કાર્યરત રાખવા કહેવામાં આવ્યુ છે.કંટ્રોલ રુમનુ કામ હોમઆઈસોલેશનના દર્દીઓ પર નજર રાખવાનુ હશે.જેથી જરુર પડે તો દર્દીની તબિયત બગડે તો તેને હોસ્પિટલમાં દાખલ કરાવી શકાય.

જે ઘરડા દર્દીઓ છે તેમને ડોકટરની સલાહ પ્રમાણે હોમ આઈસોલેશનમાં રહેવા માટે પરવાનગી અપાશે.હળવા લક્ષણ ધરાવતા દર્દીઓ ઘરે આઈસોલેટ થઈ શકશે.દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની અને વધારેમાં વધારે લિકવિડ લેહાની પણ સલાહ આપવામાં આવી છે.

જેમને લક્ષણ નથી અને ઓક્સિજન લેવલ 93 ટકા કરતા વધારે છે તેમને હોમ આઈસોલેશનમાં રહેવા માટે પરવાનગી આપી શકાશે.આવા દર્દીઓ સાથે જિલ્લા સ્તર પર કાર્યરત કંટ્રોલ રુમ થકી સંપર્ક રખાશે.

હોમઆઈસોલેશનમાં દર્દીને જાતે સ્ટેરોઈડ લેવાની મનાઈ ફરમાવાઈ છે.આ સિવાય સિટી સ્કેન અને ચેસ્ટ એક્સરે ડોકટરની સલાહ વગર નહીં કરી શકાય.

(7:05 pm IST)