Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સજાતીય લગ્ન બે મહિલા ડોકટર ગોવામાં લગ્ન કરશે

ગત સપ્તાહ રિંગ સેરેમની કરી હતી

પણજી, તા.૫: ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના નાગપુરમાં બે મહિલા ડોકટરોએ રિંગ સેરેમની કરી હતી. બંનેએ સાથે મળીને જીવન વિતાવવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. બંને ગોવામાં તેમના લગ્નનું આયોજન પણ કરી રહ્યા છે. આ વાત છે ડો. પરોમિતા મુખર્જી અને ડો. સુરભિ મિત્રાની.ડોકટર પરોમિતાએ કહ્યું, 'મારા પિતા ૨૦૧૩થી મારા સેકસ્યુઅલ ઓરિએન્ટેશન વિશે જાણતા હતા. તાજેતરમાં જયારે મેં મારી માતાને આ વિશે કહ્યું, ત્યારે તે ચોંકી ગઈ. પરંતુ પાછળથી તેણી સંમત થઈ કારણ કે તે મને ખુશ જોવા માંગતી હતી.

જયારે નાગપુરમાં ડો. સુરભી મિત્રાએ જણાવ્યું કે મારા પરિવાર તરફથી મારા જાતીય અભિગમનો કયારેય વિરોધ થયો નથી. ખરેખર, જયારે મેં મારા માતાપિતાને કહ્યું ત્યારે તેઓ ખુશ હતા. હું એક મનોચિકિત્સક છું અને દ્યણા લોકો મને બેવડું જીવન જીવવા વિશે વાત કરે છે કારણ કે તેઓ પોતાના માટે સ્ટેન્ડ લઈ શકતા નથી.

ડો. પારોમિતાએ કહ્યું કે આ જીવનભરની પ્રતિબદ્ઘતા છે. અમે ગોવામાં અમારા લગ્નનું આયોજન કરી રહ્યા છીએ. બંને ડોકટરોએ ગયા અઠવાડિયે નાગપુરમાં રિંગ સેરેમની કરી છે અને તેઓ એક કપલની જેમ જીવન જીવવા માંગે છે.

(4:02 pm IST)