Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

અમેરિકામાં કોરોનાનો ભયઃ બાળકોમાં ગત સપ્તાહે ૬૪ ટકા કેસ વધ્યા

ન્યૂયોર્ક, તા.૫: કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. યુએસ આરોગ્ય અધિકારીઓના તાજેતરના અંદાજ મુજબ, ગયા અઠવાડિયે ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોડાયેલા ૯૫ ટકા કેસ નોંધાયા હતા. આ રીતે, ઓમિક્રોન વેરિઅન્ટ યુએસમાં ઝડપથી ફેલાતું વેરિઅન્ટ બની ગયું છે.

યુએસ ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી ફેલાવાને કારણે, પહેલા કરતાં વધુ બાળકો કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ છે. સીડીસીના ડેટા અનુસાર, રવિવારે પૂરા થયેલા સપ્તાહે દરમિયાન કોરોનાને કારણે દરરોજ સરેરાશ ૬૭૨ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે આવા રોગચાળાની સૌથી વધુ સંખ્યા છે. આ સિવાય બાળકોમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, ૩૦ ડિસેમ્બરે પૂરા થયેલા  સપ્તાહે  દરમિયાન, યુએસમાં બાળકોમાં ૩,૨૫,૦૦૦ થી વધુ નવા કેસ નોંધાયા છે. અગાઉંના  સપ્તાહે ની સરખામણીએ આ સંખ્યામાં ૬૪ ટકાનો વધારો થયો છે

(2:44 pm IST)