Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ઝારખંડના પાકુરમાં ભયાનક માર્ગ અકસ્માત : બસ અને સિલિન્ડર ભરેલી ટ્રક વચ્ચે ભયંકર ટક્કર : 10 લોકોના મોત :25થી વધુ ઘાયલ

લિટ્ટીપાડા-અમદાપરા મુખ્ય માર્ગ પર પેડરકોલા પાસે ગમખ્વાર અકસ્માત : ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા

ઝારખંડના પાકુરમાં સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. આ અકસ્માત લિટ્ટીપાડા-અમદાપરા મુખ્ય માર્ગ પર પેડરકોલા પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ પાકુરથી દુમકા જઈ રહી હતી. બસમાં 40 થી વધુ લોકો સવાર હતા. આમાં લગભગ 25 લોકો ઘાયલ થયા છે. બસના બોર્ડ કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણા રજત બસ અને એલપીજી સિલિન્ડરોથી ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાઇ સ્પીડ સિલિન્ડરો ભરેલી ટ્રક બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બસમાં સવાર 10 લોકોના મોત થયા છે. આસપાસના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ મૃત્યુ પામેલા લોકોની ઓળખ ઓળખ કરી રહી છે.

(12:18 pm IST)