Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વચેટિયા, ટ્રેડર્સ દ્વારા કપાસમાં ખેલાતા સટ્ટાથી નિકાસકારો પરેશાન

નિકાસકારો ઉંચી કિંમતોથી હેરાન-પરેશાન છે તેમના પડતર ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે

કોઇમ્બતુર,તા.૫ : કાપડ ક્ષેત્રે કપાસની કિંમતો કૂદકે ને ભૂસકે વધી રહી છે. કપાસની કિંમતો હાલમાં ઓલ ટાઇમ ઊંચી સપાટીએ પહોંચી હતી, જેથી કપાસ ઉગાડતા ખેડૂતો ખુશ છે, પણ નિકાસકારો ઊંચી કિંમતોથી હેરાન-પરેશાન છે, કેમ કે તેમના પડતર ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેથી તિરુપુર એકસપોર્ટર્સ એસોસિયેશને (TEAએ) કાપડપ્રધાન પીયૂષ ગોયલને હસ્તક્ષેપ કરવા અને નિટવેર ગારમેન્ટ સેકટરને રક્ષણ આપવાની માગ કરી છે. એસોસિયેશનને સોમવારે વચેટિયાઓ અને ટ્રેડર્સ પર કપાસની આવકની મોસમમાં કપાસની કિંમતોને ઊંચી લઈ જવાના આરોપ મૂકયા છે. કપાસની આયાત પર લાગતી ૧૧ ટકાની આયાત ડ્યૂટી, સ્થાનિક કપાસની કિંમતોમાં વધારા અને નોંધપાત્ર નફો રળવા માટે આ ક્ષેત્રે સટ્ટો કરતી કાર્ટેલને જવાબદાર ઠેરવતાં ટેકસટાઇલપ્રધાનને એક પત્ર લખીને હસ્તક્ષેપ કરવા માગ કરી છે.

કપાસમાં થયેલો ભાવવધારો ગારમેન્ટ- નિકાસ કરતા યુનિટ પર ભારે અસર કરે છે અને નિકાસ પર તેમ જ રોજગારી પર પણ પ્રતિકૂળ અસર પાડે છે, જેથી પ્લ્પ્ચ્ ગારમેન્ટ યુનિટને બચાવવા માટે વ્ચ્ખ્દ્ગક્ન પ્રમુખ રાજા એમ. ષણમુગમએ પત્રમાં પીયૂષ ગોયલને આજીજી કરી હતી. અમારી મુખ્ય માગ કપાસ પર લગાવવામાં આવેલી ડ્યુટીને તત્કાળ દૂર કરવાની અને ગારમેન્ટ સેકટરનું રક્ષણ કરવાની છે.

આ ઉપરાંત તેમણે કપાસમાં થતી કાર્ટેલને તોડવા માટે અને નિકાસ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે કાપડ ક્ષેત્રે નિકાસ સહિત વિકાસનાં પ્રોત્સાહક પગલાં લેવા માટે પ્રધાનનો આભાર માન્યો હતો. એસોસિયેશને હંમેશાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેમની ઊપજના વધુ ભાવ મળે એ માટે ટેકો પૂરો પાડ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે એસોસિયેશને વૈજ્ઞાનિક પદ્ઘતિથી કપાસની ઉત્પાદકતા દ્વારા વધુ પાક લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

(10:07 am IST)