Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મુંબઈમાં કોરોનાએ સ્પીડ પકડી: ૧૦ હજારથી વધુ કેસ: ૮૯ ટકામાં દર્દીઓમાં કોઈ લક્ષણો નથી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મંગળવારે ૧૦૮૬૦ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જે સોમવાર કરતાં ૩૪ ટકા વધુ છે. આમાંથી ૮૯ ટકા કેસોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આજે આવેલા નવા દર્દીઓમાંથી ૮૩૪ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમાંથી ૫૨ને ઓક્સિજનની જરૂર પડી છે. બે દર્દીઓના મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગે કુલ ૪૯૬૬૧ કોવિડ ટેસ્ટ પણ કર્યા છે.

(12:00 am IST)