Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

માત્ર 6 સપ્તાહમાં માથાના વાળ વધી જવાની ગેરંટી : ગેરમાર્ગે દોરતી જાહેરાત સામે કેરાલા ડીસ્ટ્રીકટ કન્ઝ્યુમર ફોરમની લાલ આંખ : જાહેરાત કરનાર કંપની ધાત્રી હેર ક્રિમ તથા મલયાલમ ફિલ્મ એક્ટર અનુપ મેનનને દંડ

કેરાલા : માત્ર 6 સપ્તાહમાં માથાના વાળ વધી જવાની ગેરંટી આપતી ,ધાત્રી હેર ક્રિમના ઉત્પાદક તથા તેની જાહેરાત કરનાર મલયાલમ ફિલ્મ એક્ટર અનુપ મેનન તેમજ ક્રીમ વેચનાર મેડિકલ સ્ટોરને કેરાલા ડીસ્ટ્રીકટ કન્ઝ્યુમર ફોરમએ દંડ ફટકાર્યો છે.

કેસની વિગત મુજબ ગેરંટી આપતી આ પ્રોડક્ટથી પ્રેરાઈને ખરીદેલ ક્રીમથી ધાર્યું પરિણામ નહીં મળતા ગ્રાહકે 8 વર્ષ પહેલા 2012 ની સાલમાં ફરિયાદ નોંધાવી હતી. તથા ધાર્યું પરિણામ નહીં મળતા પોતાને થયેલા માનસિક ત્રાસ બદલ 5 લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું.

જેનો ચુકાદો આપવામાં આવ્યો છે.જેમાં ,ધાત્રી હેર ક્રિમના ઉત્પાદક તથા તેની જાહેરાત કરનાર મલયાલમ ફિલ્મ એક્ટર અનુપ મેનન તથા ક્રીમ વેચનાર મેડિકલ સ્ટોરને કેરાલા ડીસ્ટ્રીકટ કન્ઝ્યુમર ફોરમએ દંડ ફટકાર્યો છે.જે મુજબ ધાત્રી ક્રીમના ઉત્પાદકોને 10 હજાર રૂપિયા તથા એક્ટર  અનુપ મેનનને 10 હજાર રૂપિયા તેમજ પ્રોડક્ટ વેચનાર મેડિકલ સ્ટોરને 3 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.સાથોસાથ ઉમેર્યું હતું કે ક્રીમ સાથે લખેલી પ્રોડક્ટ વિશેની માહિતી મેગ્નીફાયિંગ ગ્લાસ વડે પણ ન વાંચી શકાય તેવા ઝીણા અક્ષરે લખવામાં આવી છે.

સાથોસાથ ન્યુઝ પેપર તથા  મીડિયાએ પણ આવી જાહેરાતોથી લોકો ગેરમાર્ગે ન દોરાય તેવું ધ્યાન રાખવું જોઈએ અને પોતાનો પત્રકારિત્વ ધર્મ ચૂકવો ન જોઈએ તેવી ટકોર પણ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)