Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગુરૂ અને ઇષ્ટદેવ ઉપર બધુ છોડી દેજો-સફળતા મળશેઃ પૂ.મોરારીબાપુ

સેતુબંધમાં આયોજીત માનસ રામસેતુ ઓનલાઇન શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ, તા., પઃ ગુરૂ અને ઇષ્ટદેવ ઉપર બધુ છોડી  દેજો સફળતા મળશે. તેમ પૂ. મોરારીબાપુએ સેતુબંધ ખાતે આયોજીત માનસ રામસેતુ ઓનલાઇન શ્રી રામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

ગઇકાલે શ્રી રામકથાના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે   બાપુએ જણાવ્યું કે વ્યાસપીઠ સાથે  સંબંધમુકત સંબંધથી જોડાયેલા છું, એટલા  જોડાયેલો છું કે મને કોઈ દૂર કરી શકે નહીં.  પોતાની સભા, સુપ અને વર્તુળની બહાર  નીકળશો ત્યારે જ તલગાજરડા તમને સમજમાં  આવશે. અહીં કોઈ સુપ નથી સામે છે એ જ  સાધુ છે, એ પછી પણ સમજી ન શકીએ તો  ભવિષ્ય માટે આટલી વાતો ધ્યાનમાં રાખવીૅં  અધ્યાત્મ અને પ્રેમ માર્ગમાં જોડાયા પછી  છૂટવાની કોઈ સંભાવના જ નથી. અહીં એન્ટ્રી  જ છે એકઝીટ છે જ નહીં. બુદ્ઘ કહ્યું આરંભ ન  કરે એ સાધુ, કર્યા પછી સમયસર સમાપન કરે  એ સાધુ, બીજું- -આપણો આત્મા એમ કહે કે  આ વ્યકિતએ સત્ય અને ધર્મને જન્મ આપ્યો એ  સાધુ, ત્રીજું'પોતાના જીવનમાં અકિચન રહે,  આવ્યું ? આપી દીધુ !  ...બુધ્ધની એક શાખા જાપાનમાં ગઈ જે  ઝન પરપરાથી ઓળખાઇ. અમા કહે છે ભૂખ  લાગે ત્યારે ખાવું, તરસ લાગે ત્યારે જ પીવુ,  નીંદર આવે ત્યારે સૂઈ, જવુ આંખ ખૂલે ત્યારે  જાગી જવુ, ક્રેોઈ નિયમથી આબધ્ધ નહીં. અહીં  આપણને સદીઓથી શીખવાડાય છે કે આમ  કરો, આમ ન કરો સાથે રહેવા છતાં પણ  અસંગ રહે છે એ સાધુ. બુધ્ધે રાહુલને દીક્ષા  આપી, યશોધરા નારાજ થઈ અને ખુદે પણ  દીક્ષા લીધી, અને બુદ્ઘના દસ હજાર શિષ્યોમા  ખોવાઈ ગઈ. જેની આંખોમાં અપાર કરૂણતા  હોય એ પણ સાધુ છે. અહીં રામકૃષ્ણ , રમણ, પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે અનારંભ હોય, આરંભ જ ન કરે અથવા તો આરંભ કરે તો સમય સીમાં સમાપ્ત કરી આપે એ સાધુ અમે કોઇ આરંભ કરેલો જ નહીં આમ છતાં જે થયું એ બંધ કર્યુ. અસ્મિતાપર્વ સંસ્કૃત સત્ર, ધર્મ સભા, કંઇકને કંઇક હતું. ત્યાં પણ કર્તાપણાનો ભાવ ન હતો માત્ર બેસવાનું હતું. વાહનો ચાલુ બંધ કરવા પડતા હોય છે પણ સૂર્ય, નદી, હવાને ચાલુ બંધ કરવા પડતા નથી. સમય આવ્યે બધાનો વિરામ. હુંતો પહેલા પણ કહેતો હતો કે નથી રમતા ! મને સાધુ સદગુરૂ બુદ્ધ પુરૂષ શબ્દો બહુ પ્રિય છે.

(4:08 pm IST)