Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

એન્ટાર્ટીકાની ૪૦મી ઈન્ડિયન સાયન્ટિફિડ એકસ્પીડીશન માટે એનર્જી સોલ્યુશન પુરા પાડતું ઈન્ડિયન ઓઈલ

૨૨ વર્ષ બાદ એન્ટાર્ટિકા એકસ્પીડીશન માટે ભારતીયમાંથી ફયુઅલ મેળવવામાં આવ્યું

રાજકોટઃ દેશનાં અગ્રણી ફ્યુઅલ સપ્લાયર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.એ એન્ટાર્ટીકા પ્રસ્થાન કરી રહેલી ૪૦મી ઈન્ડિયન ઓઈલ સાયન્ટિફિક એકસ્પીડીશન (આઈએસઈએ) માટે જેટ ખ્૧ ફ્યુઅલ, લ્યુબ્સ અને મરીન ગેસ ઓઈલ પૂરા પાડ્યા છે. આ સપ્લાયનું અજોડ પાસુ એ છે કે ઈન્ડિયન ઓઈલ દ્વારા નોન એવિયેશન ગ્રાહકોને એવિએશન ફ્લુઅલ જેટ ખ્૧ નો મોટો જથ્થો પેક કરેલા સ્વરૂપે પૂરો પાડીને પ્રથમવાર જ સમુદ્રમાં જતા વેસલમાં ડિલીવર કરવામાં આવ્યો છે. આ ફ્યુઅલનો વપરાશ એવિયેશન સપોર્ટ અને પાવર જનરેશન એકમો તેમજ સ્નો મોબાઈલ માટે કરવામાં આવશે.

૨૨ વર્ષ પછી એન્ટાર્ટિકા એકસ્પીડીશન માટે ભારતમાંથી ફ્યુઅલ મેળવવામાં આવ્યું છે. છેલ્લી એકસ્પીડીશન સુધી ફ્યુઅલને ભારત બહારનાં દેશોમાંથી મેળવવામાં આવતું હતું.

આ એકસ્પીડીશનમાં વિવિધ પ્રકારનાં ફ્યુઅલ અને લુબ્રિકન્ટસની એન્ટાર્ટીકામાં આવેલા બે ભારતીય સ્ટેશનોની લોજીસ્ટીકસ જરૂરીયાતો માટે આવશ્યકતા રહે છે. ઈન્ડિયન ઓઈલે નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓસન રિસર્ચ (એનસીપીઓઆર)ને સંપૂર્ણ એનર્જી સોલ્યુશન પૂરૂ પાડીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં વધુ એક યશકલગી નોંધાવી છે.

ગોવાના મોર્મુગાઓ પોર્ટમાં ૪૦જ્રાક આઈએસઈએની ફ્યુઅલીંગ સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલનાં માર્કેટીંગ ડાયરેકટર શ્રી ગુરમિત સિંદ્ય, એનસીપીઓઆરનાં ડાયરેકટર ડો. એમ. રવિચંદ્રન, મોર્મુગાઓ પોર્ટ ટ્રસ્ટનાં ચેરમેન શ્રી ઈ રમેશકુમાર અને ગોવા ક્ષેત્રનાં પોસ્ટ માસ્તર જનરલ ડો. એન. વિનોદકુમાર ઉપસ્થિત રહ્યા હતાં. ૪૦મી એકસ્પીડીશનમાં એન્ટાર્ટિકામાં ભારતનાં ચાર દાયકાનાં વૈજ્ઞાનિક સાહસોની ઉજવણી થશે. ૪૦મી આઈએસઈએ આઈસ કલાસ વેસલ એમવી વેસિલી ગોલોવિન દ્વારા થશે, જે હેલી હેંગર અને બે હેલિકોપ્ટરોનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે.

ઈન્ડિયનઓઈલ કોર્પોરેશનનાં માર્કેટીંગ ડાયરેકટર શ્રી ગુરમિત સિંદ્યે આ પ્રસંગે પોતાના મુખ્ય વકતવ્યમાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક રીતે ઈન્ડિયન ઓઈલ ભારતીય સાહસોમાં પસંદગીનું ફ્યુઅલ પાર્ટનર રહી છે, જેમાં ડીફેન્સ સેવાઓ અને રેલ્વેઝનો સમાવેશ થાય છે. આ સાથે ૪૦ મી આઈએસઈએ સાથેનાં જોડાણથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને પેટ્રોલિયમ પ્રોડકટસની સતત ઉપલબ્ધતા ધરાવવાનું - પછી તે દેશનો ઠંડો પ્રદેશ લેહ હોય કે વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ એન્ટાર્ટીકા હોવાનું શ્રેય પ્રાપ્ત હોવાનું જણાવાયું છે.(

(4:01 pm IST)