Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

પૂર્વ પતિએ બળાત્કાર કરતા ૧૦ વર્ષની સજા ફટકારાઇ

ભીલવાડા : એક મહિલાને પહેલા તો સાસરા વાળાએ ઘરની બહાર કાઢી અને બીજા લગ્ન કર્યા તો પૂર્વ પતિએ ઘરમાં જઇ બળાત્કાર ગુજારેલ. મામલામાં પોકસો કોર્ટે આરોપી પૂર્વ પતિને ૧૦ વર્ષ કેદ અને પ૦ હજારનો દંડ ફટકાયેલ. પીડીતાએ ર૦૧પ માં કેસ નોંધાવેલ ૧૬ જાન્યુઆરી ર૦૧૦માં તેના લગ્ન થયેલ અને પુત્રીનો જન્મ થયેલ. લગ્ન બાદ પતિ અરબ ચાલ્યો ગયેલ. સાસરાવાળાએ પીડીતાને કાઢી મુકેલ. તેણીએ બીજા લગ્ન કરેલ. દરમિયાન પૂર્વ પતિ પીડીતાને ધમકાવવા લાગેલ ર૦ ડીસેમ્બર ર૦૧પમાં જબરદસ્તી ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારેલ.

(3:20 pm IST)