Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ર૬ જાન્યુઆરીએ ગેમ FAU-G લોન્ચ થશે

ગેમમાં ભારત-ચીન સરહદની ઝલક જોવા મળશે : FAU-Gમાં યૂઝર્સ સ્કવોડનો ભાગ બનીને દુશ્મનોને જવાબ આપી શકશે અને સરહદની સુરક્ષા કરી શકશે

નવી દિલ્હી,તા.૫: મેડ ઇન ઇન્ડિયા ગેમ FAU-G આખરે લોન્ચ થવા માટે તૈયાર છે. ગેમની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં તેને ૨૬ જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ગેમની તારીખ સાથે તેને મેકર્સ તેનું ટ્રેલર પણ રજુ કર્યું છે. જેમાં લદ્દાખ પ્રકરણની ઝલક જોવા મળી રહી છે. જેમાં ભારતીય સૈનિક પીએલએ ટ્રુપ્સ સામે જોવા મળે છે. જાણકારી માટે બતાવી દઇએ કે FAU-G ગેમની જાહેરાત લગભગ ૪ મહિના પહેલા કરવામાં આવી હતી. તેનું પ્રી રજિસ્ટ્રેશન ગત વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું. આ ગેમ એટલી લોકપ્રિય થઈ હતી કે પ્રી રજિસ્ટ્રેશનના ૨૪ કલાકની અંદર જ લગભગ ૧૦ લાખ લોકોએ તેનું રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. બેંગલુરુ બેસ્ડ ડેવલપર્સે FAU-G લોન્ચ ડેટની જાહેરાત કરતા કહ્યું કે આગામી ૨૬ જાન્યુઆરીએ આ બહુપ્રતીક્ષિત ગેમ એપ લોન્ચ કરી દેવામાં આવશે અને લોન્ચ પછી તરત જ એન્ડ્રોઇડ યૂઝર્સ તેને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકશે. જ્યારે એપલ એપ સ્ટોર પર ફૌજીને ક્યારે અપલોડ કરવામાં આવશે તે વિશે હાલ કોઈ ખાસ જાણકારી મળી નથી. ટ્રેલરમાં જોવા મળતી ગેમની ઝલક ઘણી પાવરફૂલ જોવા મળી રહી છે. જેમાં ૧૪,૦૦૦ ફૂટની ઉંચાઇ પર ૩૪.૭૩૭૮ ડિગ્રી નોર્થ ૭૮.૭૭૮૦ ડિગ્રી ઇસ્ટ અને માઇનસ ૩૦ ડિગ્રી તાપમાનમાં લદ્દાખમાં LACની નજીક ભારતીય સૈનિક પોતાના શૌર્યનું પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. સાથે વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક મ્યૂઝિક પણ સંભળાઇ રહ્યું છે. ગ્રાફિક્સ અને એમિનેશન ઘણા જોવા મળી રહ્યા છે. ફૌજી ગેમમાં ભારત-ચીન સરહદ પર ગલવાન ઘાટીની પણ ઝલક જોવા મળશે. જ્યાં યૂઝર્સ સ્ક્વોડનો ભાગ બનીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકશે અને સરહદની સુરક્ષા કરી શકશે.

(3:16 pm IST)