Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતની પૂછપરછ ઇડી ઓફિસમાં શરૂ

આરોપી પ્રવીણ રાઉતના, બેંક ખાતામાંથી તેના બેંક ખાતામાં 55 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સોમવારે, પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી) કૌભાંડની તપાસ શરૂ કરી દીધી છે. વર્ષા સંજય રાઉત પર આરોપી પ્રવીણ રાઉતના, બેંક ખાતામાંથી તેના બેંક ખાતામાં 55 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ 2010 માં પીએમસી બેંક કૌભાંડના આરોપી પ્રવીણ રાઉતના, બેંક ખાતામાંથી વર્ષા સંજય રાઉતના બેંક ખાતામાં 55 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડીએ વર્ષા સંજય રાઉતને 30 ડિસેમ્બર 2020 ના રોજ, આ જ મામલામાં પૂછપરછ કરવા માટે નોટિસ પાઠવી હતી. પરંતુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની પત્ની વર્ષાએ, 5 જાન્યુઆરી સુધી ઇડી પાસે સમય માંગ્યો હતો.

વર્ષા રાઉતની અરજી સ્વીકારીને ઇડીએ 5 જાન્યુઆરી માટે વર્ષાને ફરીથી, પૂછપરછ માટે નોટિસ મોકલી હતી. વર્ષા સંજય રાઉત નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા, એટલે કે 4 જાન્યુઆરીએ જ ઇડી ઓફિસ આવી પહોંચ્યા હતા. ઇડીએ પીએમસી કૌભાંડમાં, વર્ષા સંજય રાઉતની પૂછપરછ શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સંજય રાઉત સાથે વર્ષા સાથે તેના વકીલ અને સીએ પણ હતા. પરંતુ ઇડીએ બંનેને અલગ કરીને બેસાડી દીધા છે, અને વર્ષાની એકલા પૂછપરછ કરી રહી છે. તપાસની વિગતો હજી મળી શકી નથી.

(11:46 am IST)