Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઉત્તર અને દક્ષિણ ભારતમાં વરસાદની શકયતા

પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ જ રહેશેઃ મધ્ય પ્રદેશ, દક્ષિણ- મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં પણ વરસાદ પડશેઃ સ્કાયમેટ

નવીદિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દક્ષિણ અને ઉત્તર ભારતમાં વરસાદ પડશે. પહાડી વિસ્તારોમાં તો વરસાદનો દોર જારી રહેશે. તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે.

દેશના કેટલાક રાજયોમાં ઠંડીની ઋતુમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સામાન્યથી ૧૧૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે. ૧૦ જાન્યુઆરી સુધી દેશના અનેક રાજયોમાં વરસાદની સંભાવના છે. જેમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં વધુ શકયતા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ તેમજ પંજાબમાં પણ આજે અને આવતીકાલે વરસાદ પડશે.

જયારે દિલ્હી અને રાજસ્થાનમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડશે. તા.૬ જાન્યુઆરીથી મોટાભાગના સ્થળોએ વાતાવરણ ચોખ્ખુ બની જશે. જયારે પહાડી વિસ્તારોમાં વરસાદની ગતિવિધી જારી રહેવાની સંભાવના છે. ભારે બરફવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બની જશે.

(11:28 am IST)